ગરવી તાકાત હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક કતપુર ગામ પાસેથી LCB દ્વારા થર્મોકોલની સીટની આડશમાં છુપાવેલો કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલા ટ્રેલરમાંથી રૂ. 1.67 કરોડથી વધુનો દારૂ અને રૂ. 35 લાખનું ટ્રેલર સહિત કુલ રૂ. 2.02 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ મામલે ટ્રેલર ચાલક સહિત બે વ્યક્તિઓ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાએ આપેલી માહિતી મુજબ, LCB PSI આર.જે. જાડેજા અને તેમની ટીમ હિંમતનગર-પ્રાંતિજ નેશનલ હાઈવે પર કતપુર ગામની સીમમાં પેટ્રોલિંગ કરી રહી.

તે દરમિયાન તેમને બાતમી મળી કે, શામળાજી તરફથી અમદાવાદ તરફ જઈ રહેલા એક ટ્રેલર ટ્રક (નંબર-RJ.14.GG.1587)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો બાતમીના આધારે, કતપુર ગામની સીમમાં સાવરિયા ઢાબા આગળ હાઈવે રોડ પર વોચ ગોઠવવામાં આવી બાતમી મુજબનું ટ્રેલર આવતા તેને રોકવામાં આવ્યું ટ્રેલરના ચાલક પ્રહલાદ કાનરામ બોરારામ ગુર્જર (રહે. કાલિયા, જયપુર, રાજસ્થાન)ની પૂછપરછ કરવામાં આવી ટ્રેલરની તલાશી લેતા, થર્મોકોલની સીટો નીચેથી વિદેશી દારૂ અને બિયરની કુલ 1377 પેટીઓ મળી આવી જેમાં 46,680 બોટલ/ટીનનો સમાવેશ થાય,

જેની કિંમત રૂ. 1,67,72,416 આંકવામાં આવી દારૂ ઉપરાંત, પોલીસે બે મોબાઈલ ફોન (રૂ. 10,000), 30 થર્મોકોલ શીટ (રૂ. 3,000), બે તાડપત્રી (રૂ. 2,000), એક દોરડું (રૂ. 500) અને રૂ. 35,00,000ની કિંમતનું ટ્રેલર પણ જપ્ત કર્યું આમ, કુલ રૂ. 2,02,87,916નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો આ મામલે ઝડપાયેલા ચાલક પ્રહલાદ ગુર્જર અને ફરાર આરોપી સત્યનારાયણ (રહે. શાહપુરા, જયપુર, રાજસ્થાન) વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી અને ફરાર આરોપી સત્યનારાયણને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી.


