કલોલ શહેરના બારોટ વાસમાં LCBના દરોડો : જુગાર રમતા 16 શખ્સોને દબોચ્યા

July 11, 2022

ગરવી તાકાત કલોલ : કલોલ શહેરના બારોટ વાસમાં આવેલ મકાનમાં જુગારધામ ધમધમતું હતું બાતમીના આધારે ગાંધીનગર એલસીબી પોલીસ દ્વારા દરોદ  પાડવામાં આવ્યો પોલીસના દરોડા ને પગલે જુગારીઓમાં નાસમ ભાગ મચી ગઈ પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા 16 લોકોને ઝડપી લીધા જ્યારે ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધાર સામે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવામાં તપાસ ચલાવવામાં આવી પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રકમ તથા રૂપિયા 1 લાખ ઉપરાંત નો મુદ્દા માલ જપ્ત કર્યો.

ગાંધીનગર એલસીબી પોલીસના પીઆઇ એચપી ઝાલા ની સુચનાથી પોલીસ કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને ખાનગી બાતમી મળી કે કલોલના બારોટવાસમાં આવેલ મકાનમાં મદનલાલ ભવાનભાઈ રાજપુત તથા નિમેશ મહેન્દ્રભાઈ બારોટ ભેગા મળીને જુગાર રમાડે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો અને જુગાર રમતા મદનલાલ ભવાનભાઈ રાજપુત તથા રાજુજી કાળાજી ઠાકોર અને ચેતન રમેશચંદ્ર શેઠ તથા રમેશભાઈ ગણપતભાઈ બારોટ અને પારસ ભાઈ હસમુખભાઈ દેસાઈ તથા રાજેન્દ્રસિંહ ધનાજી વાઘેલા અને શિવરાવ વલ્લભરાવ અને સલાઉદ્દીન અબ્દુલ કરીમ શેખ

તથા ભરતભાઈ નેનજીભાઈ ઠાકોર અને પ્રહલાદભાઈ આત્મારામભાઈ રાવળ તથા મુકેશભાઈ શાંતિલાલ જાની તથા જગદીશભાઈ શંકરભાઈ વજીર અને સોહનસિંહ ડુંગરસિંહ રાજપુત તથા હિતેશકુમાર બાબુલાલ શાહ અને મહેન્દ્રભાઈ ગંગારામભાઈ પરમાર તથા જીતેન્દ્રસિંહ દિપુજી ચાવડા ને જુગાર રમતા ઝડપી લીધા હતા

પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 69,280 તથા મોબાઈલ નંગ 14 કિંમત રૂપિયા 44,500 મળી કુલ રૂપિયા 1,11,780, નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને જુગારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા નરોડામાં ફરાર થઈ ગયેલા જુગારધામના મુખ્ય સૂત્રધાર નિમેશ મહેન્દ્રભાઈ બારોટ સામે પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0