મહેસાણા એલસીબીએ વિદેશી શરાબની બોટલ તથા બિયર મળી 1.35 લાખનો જથ્થો પકડ્યોં
વિદેશી શરાબનું કટીંગ કરતાં બે રાજસ્થાની શખ્સો સાથે કુલ 7.62 લાખનો મુદ્દામાલ ઝડપ્યોં
Sohan Thakor-મહેસાણા તા. 15 – લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિસનગરથી દેણપ જતાં રોડ પાસે પરામાં ચાલી રહેલા વિદેશી શરાબના કટીંગ પર રેઇડ કરી 1.35 લાખ રુપિયાની શરાબની બોટલ તથા બિયરનો જથ્થા સાથે બોલેરો ગાડી સહિત કુલ 7.62 લાખના મુદ્દામાલ સાથે બે રાજસ્થાનના શખ્સોને ઝડપી લીધા હતા.
મહેસાણા જિલ્લામાં ચાલતી પ્રોહિબીશનની પ્રવૃતિ ડામી દેવાના આપેલા મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં પીએસઆઇ એચ.એલ.જોષી, એએસઆઇ આશાબેન તથા હેકો પિયુષભાઇ તથા સંજયભાઇ, જસ્મીનકુમાર તથા રવિકુમાર સહિતનો પોલીસ સ્ટાફ ઓફિસે હાજર હતા તે દરમિયાન સંજયભાઇ તથા જાસ્મીનકુમારને ખાનગી બાતમી મળી હતી કે, વિસનગરથી દેણપ ગામ તરફ જતાં રોડ ઉપર આવેલ સુવર્ણવીલા સોસાયટીની પાછળના ભાગે ખુલ્લા ખરાબામાં ઠાકોર દિનેશજી ઉર્ફે ગટો કાન્તીજી રહે. દગાલા રોડ સેવા સદનની બાજુમાં વિસનગરવાળો શખ્સ વિદેશી દારુનો જથ્થો બહારથી મંગાવી કટીંગ કરાવે છે
અને હાલમાં કટીંગ ચાલુ છે જે બાતમીના આધારે વિસનગરથી દેણપ રોડ પર મહેસાણા એલસીબીની ટીમ ત્રાટકી હતી જ્યં બોલેરો ગાડી નંબર જીજે02ઝેડ-ઝેડ-0899ના ચાલક ભીમરાજ તેજરામ ડાંગી રહે. સાંગવા થાના ગાંસા તા. માવલી. જી.ઉદેપુર રાજસ્થાનવાળો વિવિધ બ્રાન્ડની વિદેેશી દારુની બોટલ પેટી નંગ 24 તથા છૂટી 38 બોટલ તથા બિયરનો જથ્થો મળી કુલ 1,35,022 દારુ તથા બોલેરો ગાડી સહિત કુલ રું. 7,62,522નો મુદ્દામાલ કબજે કરી ભીમરામ તેજરામ ડાંગી રાજસ્થાનવાળો તથા જગદીશ રામચંદ્ર દેવાજી રાજસ્થાનવાળા બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય ત્રણ ઠાકોર દિનેશજી ઉર્ફે ગટો કાન્તીજી, ઠાકોર સુરેશજી જીતુજી રહે. દેણપ તા.વિસનગર તથા ઠાકોર અજય જીતુજી રહે. દેણપ તા. વિસનગરવાળા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડની ચક્રો ગતિમાન કર્યા છે.