પાટણ શહેરમાં ઓનલાઇન જુગાર રમતા બે શખ્સોને LCBએ ઝડપી પાડ્યા…

February 5, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ શહેરમાં ઓનલાઇન જુગાર રમતા બે શખ્સોને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યા વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા પંચમુખી કોમ્પ્લેક્ષ પાસેથી મોબાઈલ એપ્લિકેશન દ્વારા જુગાર રમતા હાર્દિક સુવાસભાઈ વ્યાસ અને કનુભાઈ મોહનભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવી પોલીસે તેમની પાસેથી કુલ 8,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પાટણ એલ.સી.બી. પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી કે પંચમુખી કોમ્પ્લેક્ષ પાસે બે શખ્સો મોબાઈલમાં હારજીતનો જુગાર રમી રહ્યા.

રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર રમતા ૩ શખ્સો ઝડપાયા  – MorbiNews

આ બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડી બંને શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા પોલીસે બંનેના મોબાઈલ ફોન તપાસતા તેમાં ગુગલ ક્રોમ બ્રાઉઝર પર ઓનલાઇન જુગારની આઈ.ડી. ખુલ્લી જોવા મળી હાર્દિક વ્યાસના મોબાઈલમાં D247.COM નામની આઈ.ડી. પર ’32 કાર્ડસ’ ગેમમાં સટ્ટો રમાતો જ્યારે કનુભાઈ ચૌધરીના મોબાઈલમાં ‘all panelexch’ આઈ.ડી. પર જુગાર રમાતો પૂછપરછમાં સામે આવ્યું કે આ બંને શખ્સોને વોટ્સએપ મારફતે મોબાઈલ નંબર 81288039236 વાળા એક અજાણ્યા શખ્સે આઈ.ડી. લિંક મોકલી આપી.

Patan LCB Raid Panchmukhi Complex; Online Betting Bust | Rs 8000 Seized

આ જ શખ્સ આ આઈ.ડી.માં બેલેન્સ પણ કરી આપતો જુગારના પૈસાની લેવડ-દેવડ ફોન પે દ્વારા કરવામાં આવતી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કુલ 8,000 રૂપિયાના બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો આ મામલે આઈ.ડી. લિંક પુરી પાડનાર અજાણ્યા મોબાઈલ ધારક સહિત કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12(અ) મુજબ પાટણ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કેતનકુમાર ગોવિંદભાઈને સોંપવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0