ગરવી તાકાત બનાસકાંઠા : ઉત્તર ગુજરાતમાં રાત્રીના સમયે ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓ આચરતી કુખ્યાત રાજા ટકલા ગેંગના મુખ્ય સુત્રધાર સહિત ત્રણ શખ્સોને એલ.સી.બી.એ ઝડપી પાડ્યા આરોપીઓ પાસેથી ચાંદીના સિક્કા, ચોરીના સાધનો અને વાહનો મળી આવ્યા આ કાર્યવાહીથી 12 ઘરફોડ ચોરી અને 4 વાહન ચોરી મળી 16 અનડીટેક ગુનાનો ભેદ ઉકેલાયો. તપાસ દરમિયાન ખુલ્યું કે, રાજા ટકલો અગાઉ હત્યાના ગુનામાં પેરોલ પરથી ફરાર થયો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રાત્રીના સમયે ઘરફોડ તથા વાહન ચોરીના ગુનાઓ આચરતી.

કુખ્યાત રાજા ટકલા ગેંગના મુખ્ય સુત્રધાર સહિત ત્રણ શખ્સોને પાલનપુર એલ.સી.બી. એ ઝડપી પાડ્યા આ કાર્યવાહીથી 12 ઘરફોડ ચોરી અને 4 વાહન ચોરી સહિત 16 ગુનાઓનો ભેદ ઉકેલાયો. એસપી પ્રશાંત સુંબેની સૂચનાથી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઈ એચ.બી. ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને માનવીય સૂત્રોના આધારે તપાસ શરૂ કરવામાં આવી CCTV ફુટેજમાં એક જ પ્રકારના ત્રણથી ચાર વ્યક્તિ અલગ અલગ ગુનાની જગ્યાએ દેખાતા

જેના આધારે રાજા ટકલા ગેંગ સુધી પોલીસ પહોંચી શકાયું પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન એક એકટીવા અને મોટરસાયકલ પર ત્રણ શખ્સોને અટકાવ્યા. તેમના કબજામાંથી ચાંદીના સિક્કા, ચોરીના સાધનો અને વાહનો મળી આવતા વધુ તપાસ હાથ ધરતા આરોપીઓએ ઉત્તર ગુજરાતના વિવિધ શહેરોમાં ચોરી કર્યાની કબૂલાત કરી પોલીસએ આરોપીઓ પાસેથી રૂ.1.19 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.

-> પકડાયેલા આરોપી :- 1.અનીલ ઉર્ફે કાળીયો પુરબીયા (સુરેન્દ્રનગર) 2.રાજા ઉર્ફે ટકલો મુન્નાભાઇ કેવટ (બિહાર, પેરોલ જમ્પર) 3.પિન્ટુ ઉર્ફે રાહુલ અહારી (રાજસ્થાન)
 
								 
															 
															

