મહેસાણાના મોઢેરા રોડ પર જાહેર રોડ પર એરગનથી હવામાં ફાયરિંગ કરી ભયનું વાતાવરણ ઊભું કરનાર શખ્સને LCBએ ઝડપી પાડ્યો…

March 7, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના મોઢેરા રોડ પર મોડી રાત્રે જાહેર રોડ ઉપર એરગનથી હવામાં ફાયરિંગ કરી ભયનું વાતાવરણ ઊભું કરનાર એક શખ્સને મહેસાણા LCBની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો પોલીસે આરોપી પાસેથી ફાયરિંગ માટે વપરાયેલી એરગન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મહેસાણા LCBનો સ્ટાફ શહેરના મોઢેરા ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં આ દરમિયાન બાતમી મળી કે, મોઢેરા ચોકડીથી વાઈડ એન્ગલ તરફ જતા જાહેર રોડ પર એક અજાણ્યા શખસે સફેદ રંગની સ્કોર્પિયો ગાડીમાં આવી.

Mehsana LCB nabbed 4 persons involved in the crime of cable wire theft |  Gujarat News | Sandesh

સ્થાનિકો સાથે બોલાચાલી કરી પોતાની પાસે રહેલી પિસ્તોલ જેવા હથિયારથી ફાયરિંગ કર્યું આ મામલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ ન નોંધાઈ હોવા છતાં LCBએ ગંભીરતા દાખવી ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજ તપાસ્યા  તપાસ દરમિયાન સ્કોર્પિયો ગાડીના નંબર GJ-01-WW-2444ના આધારે તેના માલિક અભિષેકસિંહ રામસ્વરૂપ સિંગ (રહે. રાજધાની ટાઉનશીપ, રાધનપુર રોડ, મહેસાણા) હોવાનું ખુલ્યું પોલીસે તેને LCB ઓફિસ બોલાવી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે,

Mehsana Airgun Firing: Youth Arrested on Modhera Road for Public Disturbance

ગત રાત્રે બે વાગ્યાના સુમારે બોલાચાલી થતા તેણે પોતાની ગાડીમાં રહેલી એરગનથી ફાયરિંગ કર્યું પોલીસે આરોપી પાસેથી 800ની કિંમતની કાળા રંગની એરગન પિસ્તોલ કબજે કરી મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ જી.પી. એક્ટની કલમ 135 મુજબ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0