ધનસુરા માલપુર મોડાસા ગ્રામ્ય પંથકના બંધ મકાનોને નિશાન બનાવી તરખાટ મચાવનારી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સાગરીતને LCBએ ઝડપી પાડ્યો…

June 18, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના ધનસુરા, માલપુર અને મોડાસા ગ્રામ્ય પંથકના બંધ મકાનોને નિશાન બનાવી તરખાટ મચાવનારી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સાગરીતને ઝડપી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને રૂ.20,000ના ઇનામી એવા આ શાતિર ઘરફોડિયાને LCBની ટીમે રાજસ્થાનના નિમ્બાહેડાથી ફિલ્મી ઢબે દબોચી લીધો લક્ઝુરિયસ અર્ટિકા ગાડીમાં આવીને ચોરી કરતી આ ગેંગના ઝડપાયેલા સાગરીતની પૂછપરછમાં અરવલ્લી જિલ્લાના ત્રણ મોટા વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો.

જ્યારે તેના અન્ય ચાર સાગરીતોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા બુધવારના રોજ એસપી મનોહરસિંહ જાડેજાની સૂચનાથી એલસીબી પીઆઈ એમ.એચ. ઝાલાની આગેવાનીમાં પીએસઆઈ વી.જે. તોમર, પી.પી. સોલંકી, વી.ડી. વાઘેલા અને ટીમે ધનસુરાના નવી શીણોલ ગામે થયેલી ઘરફોડ ચોરીમાં ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા LCBએ અભિષેક બછડા ઉ.વ. 22, નિંબાહેડા રાજસ્થાન પહોંચી ઝડપી અરવલ્લી જિલ્લામાં લવાયો આ ટોળકી મારૂતી અર્ટિકા ગાડીમાં આવી બંધ મકાનોને ટાર્ગેટ કરતી.

માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ ધનસુરામાં સોના-ચાંદી તેમજ રોકડ રૂપિયાની ચોરી અને મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં પણ સોના-ચાંદી તથા રોકડની ચોરી કરી હોવાનું ખુલ્યું હાલ આરોપીને ધનસુરા પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરાઈ પકડાયેલ આરોપી અભિષેક અગાઉ નીમચ સીટી પો.સ્ટે.માં લૂંટના ગુનામાં 309 દિવસ જેલ, જાવદમાં NDPS કેસમાં 65 દિવસ જેલમાં રહી ચૂક્યો મધ્યપ્રદેશના નશરુલ્લાગંજમાં 2 ગુનામાં વોન્ટેડ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0