પાટણમાં લક્કી ડ્રો સ્કીમથી ₹40 લાખની છેતરપિંડી કરનાર પિતા-પુત્રને LCBએ દબોચ્યો…

June 9, 2025

પાટણ : પાટણ LCB પોલીસે નવ મહિનાથી ફરાર હીરા જ્વેલર્સના માલિક મહેન્દ્રભાઈ સોની અને તેમના પુત્ર હિતેશને ઝડપી પાડ્યા આરોપીઓએ લક્કી ડ્રો અને સુવર્ણ બચત યોજનાના નામે લોકો સાથે 40.36 લાખની છેતરપિંડી આચરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓએ જૂન 2020માં પાટણના મેઈન બજારમાં આવેલી તેમની દુકાન હીરા જ્વેલર્સમાં લોભામણી યોજનાઓ શરૂ કરી.

Patan Police,વેપારીનું અપહરણ કરવા બદલ પાટણના ચાર પોલીસકર્મીઓ સામે થઈ FIR -  four patan cops booked for kidnapping ahmedabad grocer - Iam Gujarat

તેમણે લોકો પાસેથી 160.750 ગ્રામ સોનું જેની કિંમત 8.50 લાખ રૂપિયા અને 31.86 લાખ રૂપિયા રોકડા મેળવ્યા હતા. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયકના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. LCB પીઆઈ આર.જી.ઉનાગરની ટીમને બાતમી મળતા બંને આરોપીઓને પાટણ શહેરમાંથી ઝડપી પાડ્યા.

Father-son duo arrested for defrauding ₹40 lakh through lucky draw scheme | લક્કી  ડ્રો સ્કીમથી ₹40લાખની છેતરપિંડી કરનાર પિતા-પુત્ર ઝડપાયા: પાટણના જ્વેલર્સે  સુવર્ણ બચત ...

આરોપીઓ સામે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. કોર્ટે આરોપીઓ વિરુદ્ધ વોરંટ જારી કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0