મહેસાણા એલસીબીએ વડાવી ગામેથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાવલુ પોલીસ વિસ્તારમાં મહેસાણા એલસીબીએ આ કાર્યવાહી કરી હોવાનુ સામે આવ્યુ છે. એલસીબીની ટીમ જ્યારે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, વડાવીગ્રામ્ય વિસ્તારમાં કેટલાક ઈસમો જુગારધામ ચલાવી રહ્યા છે. જેથી ટીમે રેઈડ પાડી આરોપીઓને દબોચી લીધા હતા.
મહેસાણા એલસીબીની ટીમે કડી તાલુકાના વડાવી ગામમાં રેઈડ પાડી 6 જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે. આરોપીઓ પાસેથી 83,870 મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જેમાં ઝડપાયેલ આરોપીઓ ગામના રબારીવાસ પાછળ આવેલા ખેતરોમાં બળીયાદેવના મંદીર પાસે જુગાર રમી રહ્યા હતા. આરોપીઓના નામ ઠાકોર ઈશ્વર બબાજી, ઠાકોર કચરા ગણેશજી, ઠાકોર મોહન સવધાનજી, જયેશ રતનજી, વણકર લાલા ભોજાભાઈ, માજીદખાન મહમંદખાન હોવાનુ જાણવા મળ્યુ છે.