ઉનાવા ખાતે થયેલી રીક્ષા ચોરીનો ભેદ માત્ર એક દિવસમાં ઉકેલી દીધો
મહેસાણા રેલવે ટ્રાફિક કોલોની ખાતે રહેતા શખ્સને ચોરીની રીક્ષા સાથે ઝડપી જેલમાં ધકેલ્યોં
Sohan Thakor – મહેસાણા તા. 09- ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી રીક્ષા ચોરીનો ભેદ મહેસાણા એલસીબીએ ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો હતો. મહેસાણા એલસીબીએ રીક્ષા ચોરી કરનાર શખ્સને ચોરી કરેલી રીક્ષા સાથે ઝડપી પાડ્યો હતો.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એચ.એલ.જોષી, એએસઆઇ દિલિપસિંહ, રાજેન્દ્રસિંહ, આશાબેન, સાબિરખાન, પિયુષકુમાર, સનીકુમાર, ભાવિકકુમાર, પાર્થકુમાર, રવિકુમાર સહિતનો એલસીબી સ્ટાફ વિવિધ ટીમો બનાવી મહેસાણા ફતેપુરા સર્કલ પાસે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સાબિરકુમાર તથા ભાવિકકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે,
ઊંઝા તરફથી એક શખ્સ શંકાસ્પદ હાલતમાં રીક્ષા લઇને ફતેપુરા બાયપાસ રોડ તરફ આવનાર છે જે બાતમીના આધારે મહેસાણા એલસીબી સ્ટાફ ફતેપુરા પાટીયા પાસે વોચમાં ગોઠવાઇ ગયો હતો. જ્યારે જણાવેલ રીક્ષા નંબર જીજે02-વાયવાય-8727 રીક્ષા ફતેપુરા પાસે આવતાં તેને અટકાવી રીક્ષા ચાલકની પુછપરછ કરતાં ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જ્યારે પુછપરછમાં આરોપી જાવેદ સલીમ ભીખુભાઇ રહે.રેલવે ટ્રાફિક કોલોની પોલીસ ચોકીની પાછળ રહેતું હોવાનું તેમજ ચોરી કરેલી રીક્ષા હોવાની કબુલાત કરતાં એલસીબીએ રીક્ષાનો કબજો મેળવી આરોપીની અટકાયત કરી મહેસાણા તાલુકા પોલીસના હવાલે કર્યો હતો.


