ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે અણસોલ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા એક પોલીસકર્મી અને એક SRP જવાનને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લેવામાં આવ્યા જિલ્લા LCB ટીમે આ કાર્યવાહી કરી આ ઘટનાથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો ઝડપાયેલા આરોપીઓમાં શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પોપટભાઈ ભરવાડ અને SRP ગ્રુપ-10, અંકલેશ્વરના જવાન રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈનો સમાવેશ થાય તેમને LCB ટીમે રંગેહાથ પકડ્યા.

LCB PI એમ.એચ. ઝાલા રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન અણસોલ ચેકપોસ્ટ પર પહોંચ્યા ત્યારે ફરજ પર હાજર બંને જવાનોની શંકાસ્પદ હિલચાલ જોવા મળી તપાસ કરતા તેમના કબજામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹3,75,120 કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો તપાસમાં એ પણ સામે આવ્યું કે શામળાજી-અણસોલ નજીક ભણાત ફરીયા વિસ્તારમાં રિક્ષા મારફતે દારૂનું કટીંગ કરવામાં આવતું.

LCB પોલીસે બંને પોલીસકર્મીઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો આ કેસમાં અન્ય બે આરોપીઓ હાલ ફરાર જેમની ધરપકડ માટે પોલીસે તપાસ તેજ કરી આ ઘટના 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહી વચ્ચે બની આ મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


