ચાર દિવસ અગાઉ રાત્રિના સમયે પીલાજીગંજમાં પાર્ક કરેલી બોલેરો બે શખ્સો ઉઠાવી ગયા હતા
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નેત્રમથી મદદથી ગણતરીના દિવસોમાં બોલેરો ચોરીનો ભેદ ઉકેલ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 30 – (Sohan Thakor) – મહેસાણાના પીલાજી ગંજ વિસ્તારમાં પાર્ક કરેલી બોલેરી જીપ આજથી ચારેક દિવસ અગાઉ રાત્રિના સુમારે કોઇ વાહનચોર ઇસમ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેમને મહેસાણા લોકલ બ્રાન્ચની ટીમે બોલેરા કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.
મહેસાણા જિલ્લામાં ચોરી, લૂંટ, પ્રોહિબીશન સહિત વાહનચોરીના ગુન્હાઓમાં ઝડપાયેલા તત્વોને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા માર્ગદર્શન મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં એએસઆઇ શૈલેષભાઇ, ડાહ્યાભાઇ, અહેકો. મહેન્દ્રકુમાર, હેમેન્દ્રસિંહ, અપોકો. અબ્દુલગફાર, હિંમતસિંહ તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલના કર્મચારીએ સીસીટીવી કુટેજના આધારે તપાસ શરૂ કરી હતી.
આ દરમિયાન એએસઆઇ શૈલેષભાઇ તથા એહેકો. નિલેશકુમારને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે, મહેસાણા પીલાજીગંજ વિસ્તારમાંથી ચોરી થયેલી બોલેરા જીપ લઇ બે શંકાસ્પદ ઇસમો મહેસાણા શોભાસણ રોડ, શાલીમાર સોસાયટી પાસે ઉભા છે. જે બાતમી મળતાં તુરંત એલસીબીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી બંને શખ્સોને કોર્ડન કરી તેની સઘન પુછપરછ કરતાં ફરીદખાન મીરખાન બલો રહે. બલોયવાસ, જતવાડો, તા.સાંતલપુર વાળો તેમજ સલમાનખાન અલીખાન બલોચ રહે. બરવાળા બલોચવાસ, તા. ભાભરવાળાએ આ સીલ્વર કલરની બોલેરો જીપ પીલાજી ગંજ એક્સીસ બેંકની ગલીમાંથી ચોરી હોવાની કબુલાત કરતાં બોલેરો જીપ કબજે કરી એલસીબીએ બંને શખ્સોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.