ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ ફક્ત સંસ્થા નહીં પણ એક વિચાર છે, જે શિક્ષણની સાથે સાથે પ્રગતિશીલ વિચારસરણી, આધ્યાત્મિક જાગૃતિ, સાંસ્ક્રુતિક કાર્યક્રમો તથા આરોગ્ય અને સેવાકીય પ્રવુત્તિઓ ધ્વારા સમાજના દરેક વ્યક્તિઓના સર્વાંગી વિકાસ પર ખાસ ધ્યાન આપે છે. ઉત્તર ગુજરાતમાં આવેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં આદરણીય પ્રેસિડેંટશ્રી પ્રકાશભાઈ પટેલ સાહેબના મજબૂત અને કૂશળ નેતૃત્વ હેઠળ મેડિકલ, પેરામેડિકલ તેમજ ટેકનિકલ જેવા વિવિધ અભ્યાસક્રમો કાર્યરત છે. યુનિવર્સિટીની શૈક્ષણિક પાંખમાં ચાલુ વર્ષે નવીન હોમિયોપેથિક મેડિકલ કોલેજનો સમાવેશ થયેલ છે.
નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ચાલુ વર્ષે ગુજરાત સરકાર તથા નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) દ્વારા ૧૦૦ વિધાર્થીઓની પ્રવેશ ક્ષમતા સાથે BHMS અભ્યાસક્રમ ચાલુ કરવાની માન્યતા મળેલ છે. હોમિયોપેથીએ વિશેષ સારવાર પધ્ધતિ છે જેમાં દર્દીના માત્ર પ્રસ્તુત લક્ષણ અથવા ફરિયાદને બદલે સમગ્ર વ્યક્તિની સારવાર કરે છે. વિશ્વમાં હાલમાં અંદાજે ૫૦૦ મિલિયન લોકો હોમિયોપેથીનો ઉપયોગ તેમની ઔષધીય સારવારના મુખ્ય સ્વરૂપ તરીકે કરે છે નૂતન હોમિયોપેથી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ૨૫ પથારીની સંપૂર્ણ સુવિધા યુક્ત હોસ્પિટલ છે.
જેમાં નિયમિત અને કટોકટીની તબીબી સંભાળ માટે તમામ આધુનિક સુવિધાઓ છે. આ સુસજ્જ હોસ્પિટલ આસપાસના ગ્રામીણ વિસ્તાર માટે વરદાન રૂપ છે. હોમિયોપેથી અને આધુનિક દવા બંનેના વિવિધ સલાહકારો જરૂરી દર્દીઓને પ્રાથમિક અને ગૌણ તબીબી સહાય પૂરી પાડવાના પ્રયાસો કરે છે. નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ (NSVKM) આ હોસ્પિટલનુ સંચાલન કરે છે. જેથી તેના લાભો ખૂબ જ ઓછી આવક ધરાવતા લોકો સુધી પહોચાડી શકાય. હોસ્પિટલમાં સંપૂર્ણ સુવિધાયુક્ત હોમિયોપેથિક એકમ છે જ્યાં અગ્રણી સલાહકારો દ્વ્રારા ક્લિનિકલ વિધાર્થીઓને હોમિયોપેથીમાં ક્લિનિકલ ટીચિંગ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે.