શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાંથી એરકંડીશન પાર્ટની આડમાં છુપાવેલો રૂ. 18.54 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

July 7, 2026

ગરવી તાકાત શામળાજી : શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પાસેથી એક ટ્રકમાંથી એરકંડીશન પાર્ટની આડમાં છુપાવેલો રૂ. 18.54 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો આ કાર્યવાહીમાં દારૂ, ટ્રક અને અન્ય સામાન સહિત કુલ રૂ.1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી પોલીસને બાતમી મળી હતી કે, KA-52-A-2277 નંબરની ટાટા કંપનીની ટ્રકમાં એરકંડીશન પાર્ટના બોક્સની આડમાં વિદેશી દારૂ અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી.

અને ઉપરોક્ત નંબરની ટ્રક આવતા તેને બેરીકેડ લગાવી રોકવામાં આવી ટ્રકના ચાલકને નીચે ઉતારી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સુનીલ રાજપાલ ધરમચંદ જાટ (ઉં.વ. 30, રહે. સરલ, તા. તોસામ, જિ. ભિવાની, હરિયાણા) જણાવ્યું પોલીસે ટ્રકની તલાશી લેતા એરકંડીશન પાર્ટના બોક્સની આડમાંથી વિદેશી દારૂની 284 પેટીઓ મળી આવી જેમાં કુલ 7284 બોટલ/ક્વાર્ટર/ટીન આ દારૂની કિંમત રૂ. 18,54,696/- આંકવામાં આવી.

આ ઉપરાંત, રૂ. 5,000/-નો એક મોબાઈલ ફોન અને રૂ. 1,000/- રોકડા પણ મળી આવ્યા જપ્ત કરાયેલી ટાટા કંપનીની ટ્રકની કિંમત રૂ. 10 લાખ ટ્રકમાં ભરેલા બાલાજી રોડ લાઈન્સની બિલ્ટીમાં દર્શાવેલ સ્ટેટ મીર ઈન્ડિયા પ્રા. લિમિટેડના એરકંડીશન પાર્ટના 380 બોક્સની કિંમત રૂ. 1,23,32,086/- આમ, પોલીસે કુલ રૂ. 1,51,92,782/-નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0