અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ખેતી એ મિલકત છે, આવક નથી, આર્થિક પછાતમાં જમીનના હિસ્સાને ગણી ન શકાય: સુપ્રીમ કોર્ટ

January 7, 2022

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આર્થીક રીતે નબળા વર્ગ એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શનની અનામતનો લાભ લેવા માટે હાલ પુરતા વાર્ષીક લઘુતમ આવક આઠ લાખ કે તેથી ઓછી નક્કી કરવામાં આવી હતી તે જ રહેશે. મેડિકલ કોર્સમાં એડમિશન માટે આટલ આવક વાળા પરિવારને અનામતનો લાભ મળશે. અગાઉ આ રકમ નક્કી કરાઇ હતી તેમાં હાલ કોઇ ફેરફાર નથી કરાયા તેમ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપાયેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે નીટ પીજી કોર્સના એડમિશન માટે વર્તમાન સત્ર પુરતા ઇડબલ્યુએસ અનામત માટે પરિવારની લઘુતમ આવક આઠ લાખ કે તેથી ઓછી નક્કી કરાઇ છે. સાથે જ કેન્દ્ર સરકારે એડમિશન માટે કાઉંસિલિંગ કરાવવાની અનુમતી પણ માગી હતી

હાલ ઇડબલ્યુએસના નિયમોમાં જાે કોઇ ફેરફાર કરવામાં આવે તો તેની અસર વિદ્યાર્થીઓ પર થઇ શકે છે તેમ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું. સાથે સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે આગામી વર્ષથી ઇડબલ્યુએસના માપદંડોમાં બદલાવ કરવામાં આવી શકે છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં છ જાન્યુઆરીએ વધુ સુનાવણી કરવામાં આવશે.કેન્દ્ર સરકારે એક્સપર્ટ કમીટીની રિપોર્ટને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે આ વર્ષે તે આઠ લાખ રૃપિયા કે તેથી ઓછી રકમ વાળાને લાભાર્થીઓને નીટ-પીજી કોર્સમાં એડમિશન આપવા માગે છે

કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ભલે આર્થિક રીતે પછાત બંને માટે ૮ લાખ રૃપિયાની મર્યાદામાં સમાનતા હોય, પરંતુ સત્ય સંપૂર્ણપણે અલગ છે. ઓબીસીનું ક્રીમી લેયર માત્ર ઉમેદવારની આવકના આધારે નક્કી કરવામાં આવે છે, જ્યારે આર્થિક રીતે પછાત લોકોની આવક મર્યાદામાં ઉમેદવાર તેમજ તેના કુટુંબ અને કૃષિ આવકનો સમાવેશ થાય છે. સમિતિએ કહ્યું કે આર્થિક રીતે પછાત વર્ગના આરક્ષણનો લાભ એવા પરિવારોને જ મળી શકે છે જેમની વાર્ષિક આવક ૮ લાખ રૃપિયા સુધી છે. તેમણે કહ્યું કે ૧૭ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમમાં નોંધાયેલી આર્થિક રીતે પછાત ઉચ્ચ જાતિના પરિવારની વ્યાખ્યા લાગુ રાખવી જાેઈએ. સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે પછાત ઉમેદવારોની આવક મર્યાદામાં રહેણાંક મિલકતો ઉમેરવા સામે પણ સખત વાંધો વ્યક્ત કર્યો છે

સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોના આધારે રહેણાંક મિલકતની કિંમતમાં ઘણો તફાવત છે. આવી સ્થિતિમાં જાે આ મિલકતને પણ આવકના દાયરામાં લાવવામાં આવે તો ગરીબ સવર્ણોએ અનામતનો લાભ લેવા માટે લોઢાના ચણા ચાવવા પડશે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વિવિધ ભૌગોલિક વિસ્તારો – ગ્રામીણ, શહેરી, મેટ્રો અથવા રાજ્યો – માટે અલગ અલગ આવક મર્યાદા રાખવાથી ગૂંચવણો ઊભી થશે, ખાસ કરીને જાે લોકો નોકરી, શિક્ષણ, વ્યવસાય વગેરે માટે દેશના જુદા જુદા ભાગમાં સ્થળાંતર કરે છે. વિવિધ ક્ષેત્રો માટે જુદી જુદી આવક મર્યાદા સરકારી અધિકારીઓ અને અરજદારો બંને માટે દુઃસ્વપ્ન બની રહેશે. આગામી વર્ષથી ઇડબલ્યુએસના માપદંડોમાં બદલાવ કરવામાં આવી શકે છે, આ મામલે સુપ્રીમ કોર્ટમાં છ જાન્યુઆરીએ વધુ સુનાવણી

[News Agency]

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
3:30 pm, Jan 11, 2025
temperature icon 27°C
clear sky
Humidity 28 %
Pressure 1012 mb
Wind 9 mph
Wind Gust Wind Gust: 12 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:11 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0