કોરોના કહેર : તેલંગાણા સહીત નાગાલેન્ડમાં પણ સંપુર્ણ લોકડાઉનનો નિર્ણય

શેર કરવા અહીં ક્લિક કરો.

દેશમાં કોરોના વાયરસ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે અનેક રાજ્યોમાં આંશીક લોકડાઉન કે રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે. ત્યારે દેશના બે રાજ્યોએ આજે સંપુર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જેમાં સાઉથ ઈન્ડીયાનુ તેલંગાણા અને ઈસ્ટન ઈન્ડીયાના નાગાલેંન્ડમાં સંપુર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.

તેંલગાણામાં મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કેબીનેટ બેઠક બોલાવી આ નિર્ણય લીધો હતો. તેમના દ્વારા જણાવાયુ હતુ કે, તારીખ 12 મેથી આગામી 10 દિવસ સુધી રાજ્યમાં સુપુર્ણ લોકડાઉન રહેશે. તેમને કહ્યુ હતુ કે,  સવારે 6 થી 10 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. તેલંગાણામાં એક્ટિવ કેસની સંખ્યા 62,797 છે, જ્યારે 4,36,619 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તેલંગાણામાં કોરોનાથી કુલ 2771 લોકોના મોત થયા છે.

નાગાલેંડે પણ 7 દિવસના સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે. સૂત્રોના મુજબ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં 14 મેથી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે. નાગાલેંડમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્ય 2884 છે, જ્યારે 13,249 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક કુલ 150 છે

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.