અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર સંકેતની અંતિમયાત્રામાં ખેરવા હિબકે ચડ્યું

June 17, 2025

ગરવી તાકાત મહેસાણા : સંકેત ગોસ્વામીએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવતાં જીવનમાં ઊંચી ઉડાન ભરે તે પહેલાં જ પરિવારનાં સપનાં રોળાઇગયાં આ દુર્ઘટનાના પાંચમા દિવસ સોમવારે સાંજે સંકેતનો મૃતદેહ વતન ખેરવા સિદ્ધનાથ મહાદેવવાસ સ્થિત સ્વગૃહે લવાતાં દાદા, માતા, પિતા સહિત પરિવારજનો અને આખુ ગામ ચોધાર આંસુએ રડી પડ્યાં.

Ahmedabad Meghani Nagar Air India London Plane Crash; 241 Passengers Dead,  Mehsana Kherwa Village Sanket Goswami Dead | એરઈન્ડિયા પ્લેન ક્રેશમાં  ખેરવાનો સંકેત પણ ભોગ બન્યો: DNA મેચ થયા બાદ ...

સાંજે યુવાન દીકરાને કાંધ આપી ત્યારે તેમના કલ્પાંતથી સૌની આંખો ભીંજાઇ ગઇ હતી. મહાદેવના મંદિર પાસે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાયો હતો. તે પહેલાં આખુંય ગામ દુકાનો સહિત સ્વયંભૂ બંધ રહ્યું અહીં આખું વહીવટી અને પોલીસ તંત્ર વ્યવસ્થામાં જોડાયું હતું. સંકેતના પાર્થિવ દેહને સિદ્ધપુર મુક્તિધામ લઇ જઇ અંતિમ સંસ્કાર કરાયા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0