ખેરોજ પોલીસે સેબલિયાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરી…

February 26, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : ખેરોજ પોલીસે સેબલિયાથી ભરમીયા ગામ તરફ જતા રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરી પોલીસે કુલ ₹9,19,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો જેમાં દારૂ, એક પીકઅપ વાહન અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય ખેરોજ પોલીસ સ્ટેશનના સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં તે દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી.

ખેરોજ પોલીસે જોટાસણ ત્રણ રસ્તા નજીકથી બાળકિશોરને ચોરીના બાઈક સાથે ઝડપી  લીધો…. – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News,  Politics News etc.

પેટ્રોલિંગ દરમિયાન, સેબલિયાથી ભરમીયા તરફ જઈ રહેલા એક બાઇક ચાલકે પોલીસની ગાડી જોઈને યુ-ટર્ન લીધો અને ભાગવાનો પ્રયાસ પોલીસે તેનો પીછો કર્યો પીછો કરતા બાઇક ચાલકે સામેથી આવી રહેલા પીકઅપ ડાલાના ચાલકને પાછું વળવાનો ઈશારો કર્યો પોલીસે તાત્કાલિક પીકઅપ બોલેરો ચાલક અને તેની સાથેના એક અન્ય ઈસમની ધરપકડ કરી.

પીકઅપ ડાલાની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 3,300 બોટલો મળી આવી જેની કિંમત ₹5,61,600 આંકવામાં આવી આ ઉપરાંત, ₹3,50,000 ની કિંમતનું પીકઅપ વાહન અને ₹8,000 ની કિંમતનો એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0