ગરવી તાકાત સાબરકાંઠા : ખેડબ્રહ્મા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓને ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યા આ આરોપીઓ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના રહેવાસી અને લાંબા સમયથી પોલીસ પકડથી દૂર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. ઉદાવત અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.વી. વહોનિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ સતત કાર્યરત આ દરમિયાન હે.કોન્સ ધર્મેન્દ્રકુમાર નટવરભાઈ અને પો.કો દિલિપભાઈ રણછોડભાઈને ખાનગી બાતમી મળી બાતમી મુજબ, ખેડબ્રહ્મા પો.સ્ટે.

પાર્ટ સી ગુ.ર.નં 11209028250960/2025, ઘી ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ 65 એઇ, 116(બી), 98(2) મુજબના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓ લક્ષ્મણસિંહ કાળુસિંહ રાજપુત અને વિક્રમસિંહ સોહનસિંહ ઝાલા ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ ખાતે ઉભેલા બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ ખાતે જઈ તપાસ કરતા વર્ણન મુજબના બંને ઈસમો મળી આવ્યા તેમની પૂછપરછ કરતા તેમણે પોતાના નામ (1) લક્ષ્મણસિંહ કાળુસિંહ રાજપુત (ખરવડ), ઉંમર 39, રહે. દાયમાકી બસ્તી, અમરાજીકા ગુડા, તા. ઉદયપુર, જી. ઉદયપુર (રાજસ્થાન)

અને (2) વિક્રમસિંહ સોહનસિંહ ઝાલા, ઉંમર 39, રહે. લોસિંગ, અમરાજીકા ગુડા, તા. ઉદયપુર, જી. ઉદયપુર (રાજસ્થાન) હોવાનું જણાવ્યું પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરતા બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ કામગીરીમાં પી.આઈ.આર.ટી.ઉદાવત,પી.એસ.આઈ. કે.વી.વહોનિયા, અ.હે.કો. ધર્મેન્દ્રકુમાર નટવરભાઈ, આ.પો.કો. દિલિપભાઈ રણછોડભાઈ અને અ.પો.કો. ધવલકુમાર કેવળભાઈ સહિતની ટીમને સફળતા મળી.


