ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના વધતા વ્યાપ અને ઊંચી ઇમારતોની સુરક્ષાને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા મહેસાણા મહાનગરપાલિકાને અત્યાધુનિક ‘ટર્ન ટેબલ લેડર’ ફાયર વ્હીકલ ફાળવવામાં આવ્યું આ નવા વાહનના આગમનથી શહેરમાં આગ લાગવાની દુર્ઘટનાઓ સમયે અને ખાસ કરીને હાઈરાઈઝ બિલ્ડિંગોમાં રેસ્ક્યુ કામગીરીમાં મોટો પરિવર્તન આવશે આ નવીન ટર્ન ટેબલ લેડર વાહનની વિશેષતાઓ વિશે વાત કરીએ તો.

તે ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ એમ બંને કામગીરીમાં અત્યંત અસરકારક સાબિત થશે આ વાહન 2500 લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવે તેની સૌથી મોટી ખાસિયત તેની હાઇડ્રોલિક લેડર સીડી જે 27 મીટરની ઊંચાઈ સુધી જઈ શકે આ લેડર 360 ડિગ્રી પર ગમે તે દિશામાં ફરી શકવાની ક્ષમતા ધરાવે જેના કારણે સાંકડી ગલીઓ કે જટિલ સ્થળોએ પણ તે આસાનીથી ઓપરેટ કરી શકાશે.

ઉંચી ઇમારતોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આ વાહનની લેડરના આગળના ભાગમાં એક ખાસ બકેટ ટોપલી લગાવવામાં આવી જે 300 કિલોગ્રામ સુધીનું વજન ઊંચકવાની ક્ષમતા ધરાવે આ સુવિધાને કારણે આગ જેવી કટોકટીની સ્થિતિમાં ઉપરના માળે ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી શકાશે. મહેસાણામાં વધી રહેલા હાઈરાઈઝ બિલ્ડિંગોના કલ્ચરને જોતા આ આધુનિક સંસાધન ફાયર વિભાગ માટે આશીર્વાદરૂપ સાબિત.


