ગરવી તાકાત કાંકરેજ : બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ ની આગાહી ને પગલે છેલ્લા ચાર પાંચ દિવસ સુધી વરસાદ ખાબક્યો જેના લીધે અનેક ગામો ના તળાવો માં પાણી ભરાયાં જેમાં કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે આવેલ વડેચી માતાજી ના મંદિર જોડે આવેલ તળાવ માં પાણી ભરાતાં ગ્રામજનો દ્વારા નવા આવેલા નીર ના વધામણાં કરવામાં આવ્યા હતા બીજી તરફ નાથપુરા. ગામના તળાવ મા સ્વિમિંગ પૂલ ની જેમ મજા માણતા લોકો કેમેરામાં કેદ થયા હતા
પરંતુ તળાવ માં મજા માણતા લોકો ડૂબી ન જાય એ બાબતે તંત્ર સજાક રહિ આવા લોકો ને તળાવમાં નજવા દે તેવી તકેદારી રાખે તો સારૂ તેમજ કાંકરેજ તાલુકાના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયાં છે એક તરફ બુકોલી ગામનું તળાવ ઓવરફલો થવાના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી તો બીજી તરફ નાથપુરા ગામમાં આવેલ તળાવમાં પાણી ભરાતાં ગ્રામજનો માં ખુશી જોવા મળી રહી છે
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ