ગરવી તાકાત મહેસાણા : કડીના છત્રાલ રોડ પર આવેલા કોટન માર્કેટ સામે વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે પોલીસે દરોડો પાડી 9.43 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો આ ઘટના ગુરુવારે રાત્રે બની જેમાં એક કંડક્ટરની ધરપકડ કરવામાં આવી જ્યારે ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો કડી પોલીસ સ્ટેશનના પીઆઈની સૂચનાથી વિજયકુમાર, જશવંત, જયેશકુમાર, યુવરાજસિંહ અને સંજયસિંહ સહિતનો સ્ટાફ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો તે દરમિયાન તેમને માહિતી મળી કે.

RJ 19 GE 0812 નંબરની ટ્રકમાંથી છત્રાલ રોડ પર વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી કોટન માર્કેટ સામે અંધારાનો લાભ લઈને ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ અન્ય વાહનમાં ટ્રાન્સફર કરવામાં આવી રહી પોલીસને જોઈને દારૂ લેવા આવેલી ગાડી ત્યાંથી ફરાર થઈ ગઈ પોલીસે સ્થળ પરથી ધોલારામ આશુરામ બિશ્નોઈ (રહે. કબોલી, જિલ્લો બાડમેર) નામના કંડક્ટરની ધરપકડ કરી ટ્રકનો ડ્રાઈવર સુરેશ પુનારામ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો.

પોલીસે ટ્રકની તપાસ કરતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 9,43,720 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો ધરપકડ કરાયેલા કંડક્ટરે પૂછપરછમાં જણાવ્યું કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો અને કડીમાં કોઈને આપવાનો કોને આપવાનો હતો તેની જાણ ડ્રાઈવર સુરેશને હોવાનું તેણે જણાવ્યું પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કુલ 19,58,720 રૂપિયાનો મુદ્દામાલ (દારૂ અને ટ્રક સહિત) જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી.



