ગરવી તાકાત મહેસાણા : કડીના કુંડાળ પાટીયા નજીક આવેલી અમનપાર્ક સોસાયટીમાં ગૌવંશની કતલ થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો આ કાર્યવાહીમાં પોલીસે 25 કિલો ગૌમાસ જપ્ત કરીને એક ઈસમની ધરપકડ કરી. કડી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એન. સોલંકીની સૂચનાથી ડી-સ્ટાફના કર્મચારીઓ મંગળવારે સવારથી પેટ્રોલિંગ કરી રહ્યા તે દરમિયાન તેમને કુંડાળ પાટીયાથી જાસલપુર તરફ જતા રોડ પર આવેલી અમનપાર્ક સોસાયટીના એક રહેણાંક મકાનમાં.
ગૌવંશની કતલ થઈ રહી હોવાની ચોક્કસ માહિતી મળી. બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મકાનની તલાશી લીધી તલાશી દરમિયાન ત્યાંથી 25 કિલો કતલ કરાયેલું ગૌમાસ અને વજન કાંટો મળી આવ્યો. આ મામલે પોલીસે FSL ટીમને જાણ કરી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા થોળ ગામ નજીક આંબલીયારા ગામના પાટીયા પાસે એક બિનવારસી ગાડી મળી આવી આ ગાડીમાં કતલ કરવાના ઈરાદે ગાયને બાંધીને લઈ જવાતી હોવાનું જણાયું હતું અને ગાડી ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો.