કડી તાલુકાના જેસંગપુરાથી અગોલ જવાના રસ્તા ઉપર આવેલ નર્મદા કેનાલમાં રવિવારે ગોઝારો બનાવ જોવા મળ્યો હતો. પસાર થતી સફેદ કલરની સ્વિફ્ટ ગાડી અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ખાબકતાં ગાડીમાં સવાર બે ઈસમોના મોત નીપજ્યા હતા. અહીંથી પસાર થતા યુવાને ગાડીને કેનાલમાં ગરકાવ થતી જોતા તેને તાત્કાલિક સરપંચને જાણ કરતા તેમણે બાવલું પોલીસને જાણ કરી જી.સી. બી. ની મદદથી ગાડીને કેનાલમાંથી બહાર કાઢતા સફેદ કલર ની સ્વિફ્ટ ગાડી GJ-6-JL-3761 માં એક વ્યક્તિ મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હતો. તેમજ તેમાંથી વિદેશી દારૂ ની 371 નંગ બોટલો કી.રૂ.2,39,700 મળી આવતા પોલીસ ચોકી ગયી હતી.બીજા દિવસે સવારે કેનાલમાં તપાસ હાથ ધરતા બીજો વ્યક્તિ પણ મૃત હાલતમાં મળી આવ્યો હોવાનું પ્રત્યક્ષ જોનાર નું કહેવું છે.
ઘટનાની વિગતે જાણ કેનાલમાં ગાડી ખાબક્તી જોનાર પ્રથમ વ્યક્તિના જણાવ્યા અનુસાર રવિવારે 11 વાગ્યાના સુમારે તે જેસંગપુરથી અગોલ જતી નર્મદા કેનાલ ઉપર જઈ રહ્યો હતો. ત્યારે સુર્યા ફાર્મ નજીકની નર્મદા કેનાલમાં સામેથી આવતી સફેદ રંગની સ્વિફ્ટ ગાડી અગમ્ય કારણોસર કેનાલમાં ખાબકી હતી. જેથી તેણે પથોળા ગામના સરપંચ રસુલભાઈ અમીરભાઈ કુરેશીને જાણ કરતા તેઓએ તાત્કાલિક બાવલું પોલીસને જાણ કરી હતી.
રસુલભાઈએ બાવલું પોલીસની મદદથી રાત્રીના સમયે તાત્કાલિક જી.સી.બી.ની મદદથી કેનાલના પાણીમાં ખાબકેલી ગાડીને બહાર કાઢતા તેમાંથી એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો તેમજ ગાડીની અંદર બીજી તપાસ કહેતા વિદેશી દારૂ ની 371 બોટલો મળી આવતા પોલીસ અને હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા.પોલીસે વિદેશી દારૂ નો મુદ્દામાલ કબજે લઈ મૃત હાલતમાં મળેલ વ્યક્તિ ને પી.એમ.આર્થે લઈ જઈ પથોડા ગામના સરપંચ રસુલભાઇ કુરેશી ની ફરીયાદ ના આધારે ગુનો દાખલ કર્યો હતો.બીજા દિવસે સવારમાં નર્મદા કેનાલમાં તપાસ કરતા બીજા વ્યક્તિ ની લાશ મળી આવતા ગ્રામજનો ચોકી ઉઠ્યા હતા.
હજુ સુધી મૃતક ની ઓળખ હજુ સુધી થયી શકી નથી પોલીસ દ્વારા ગુનો નોંધી મૃતકોના વર્ણન ના આધારે મૃતકોની ઓળખવિધિમાં પોલીસ લાગેલી છે.