સુઇગામ તા.પંચાયતના ટેક્નિકલ એન્જીનિયરના ઉદ્ધતાઈ ભર્યા વર્તન અને ખોટા કેસ કરવાની ધમકીને લઈ પત્રકારોએ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

— મોરવાડાના યુવા પત્રકાર દ્વારા ગામમાં પ્રોટેક્શન વોલની ખરાબ કામગીરી બાબતે TDOને લેખિત રજુઆત કરાઈ હતી,અને તપાસ દરમ્યાન પત્રકાર ને ખોટાકેસના ફસાવી દેવાની ધમકી આપી હતી,અને ખરાબ વર્તન કર્યું હતું :

— ટેક્નિકલ એન્જીયરને છાવારતાં સુઇગામ TDOની કામગીરી માં અનેક ગેરરીતિની આશંકાઓ, વિજિલન્સ તપાસ થાય તો તાલુકાના ગામડે ગામડે અનેક વિકાસ કામોમાં થયેલ ગેરરીતિમાં કરોડો રૂપિયાના ખોટા બિલો પાસ થયાનું ખુલવાની સંભાવના :

ગરવી તાકાત સુઇગામ : સુઇગામ તાલુકાના મોરવાડા ગામના યુવા પત્રકાર દ્વ્રારા ગામમાં દલિત સમાજની પ્રોટેક્શન વોલની ખરાબ કામગીરી અને રબારી વાસમાં ટુકડે ટુકડે દીવાલ બનાવેલ હોઈ આ અંગે સુઇગામ TDOને લેખિત રજુઆત કરેલ,જે સંદર્ભે તપાસ અર્થે આવેલા ટેક્નિકલ એન્જીનીયર દ્વારા અરજદાર સાથે ઉદ્ધતાઈ સાથે વર્તન કરેલ હોઈ, અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપેલ હોઈ આ અંગે સુઇગામ પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા સુઇગામ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,
સુઇગામ તાલુકામાં તત્કાલીન TDO કુ.કાજલબેન આંબલિયાના કાર્યકાળમાં જે તે કોંટકટરો કે સરપંચો દ્વારા કરાતાં ખરાબ કામોના બિલો અટકાવી દીધા હતા,અને સરકારી નાણાંનો દુર્વ્યય થતો અટકાવ્યો હતો,પરંતુ રાજકીય કિન્નાખોરીથી TDO કુ.કાજલબેન આંબલિયાની બદલી થતાં તેમની જગ્યાએ નવા આવેલા TDO કલ્પેશભાઈ ભાટિયા દ્વારા કુ.કાજલબેન આંબલિયા એ અટકાવેલ તમામ ખોટા કામોના બિલો ધડાધડ કાઢી દીધા હતા, ભાભર તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર આચરતાં બદલી પામી આવેલા ટેક્નિકલ એન્જીનીયર મહેશ ભાટિયાએ તાલુકામાં અંધાધૂંધી ચલાવી TDO સાથે મળી ખોટા કામોના બિલો પણ કાઢવામાં આવી રહ્યા છે,
જેમાં મોરવાડા ગામના યુવા એડવોકેટ અને પત્રકાર રાજુભાઇ ઠાકોરે મોરવાડા ગામમાં દલિત સમાજના સ્મશાન ફરતે બનાવાયેલ પ્રોટેક્શન વોલ ની કામગીરી ખરાબ કામગીરી બાબતે TDOને લેખિત રજુઆત કરી હતી,પરંતુ કોઈપણ જાતની તપાસ કર્યા વિના પ્રોટેક્શન વોલનું પેમેન્ટ કરી દીધેલ,જે અનુસંધાને સુઇગામ TDOને રૂબરૂ મળી રજુઆત કરતાં TDOની ચેમ્બરમાં S.O મહેશ ભાટિયાએ અરજદાર સાથે ઉદ્ધતાઈ થી વર્તન કરેલ,જે બાદ મોરવાડા ગામમાં બુધવારે તપાસ અર્થે આવેલા TDO કલ્પેશભાઈ ભાટિયા અને ટેક્નિકલ એન્જીનીયર મહેશભાઈ ભાટિયાએ મોરવાડા ગ્રામ પંચાયત  બહાર નીકળ્યા બાદ યુવા એડવોકેટ રાજુભાઇ ને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી જાહેરમાં ઉદ્ધતાઈ ભર્યું વર્તન  કરતા ગુરુવારે સુઇગામ તાલુકાના પત્રકાર એકતા પરિષદ ના તમામ પત્રકાર મિત્રો દ્વારા તાલુકા પંચાયતના ટેક્નિકલ એન્જીનીયર મહેશ ભાટિયા ના ખરાબ વર્તન અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી બાબતે સુઇગામ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપી લેખિત રજુઆત કરી છે,
ઉપરાંત ટેકનીકલ મહેશ ભાટિયા કોન્ટ્રાક્ટરો, સરપંચો તેમજ અન્ય માથાભારે ઈસમો સાથે ઘરોબો રાખતો હોઈ અરજદાર સાથે કે તાલુકાના કોઈ પણ પત્રકાર વિરુદ્ધ ખોટા કેસોમાં ફસાવી દે કે કોઈપણ પત્રકારને શારીરિક ઇજા પહોંચાડે તેવી દહેશત ને લઈ તાલુકાના પત્રકાર મિત્રોએ સુઇગામ PSIને પણ લેખિત રજુઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુઇગામ તાલુકામાં તમામ ગામોમાં અનેક વિકાસ લક્ષી કામોમાં હાલના TDO કલ્પેશભાઈ ભાટિયા અને ટેક્નિકલ એન્જીનીયર મહેશ ભાટિયા ભેગા મળી ખુલ્લેઆમ ખોટા કામોના બિલો કાઢી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે,જે બાબતે અમુક ગામોમાંથી ઉચ્ચસ્તરે રજુઆતો પણ કરાયેલ છે,તેમ છતાં કોઈની બીક રાખ્યા સિવાય સરકારી નાણાંનો દુર્વ્યય કરી ખાયકીના ખેલ થઈ રહયો છે,ત્યારે સુઇગામ તાલુકામાં છેલ્લા બે વર્ષમાં થયેલ તમામ કામોની વિજિલન્સ તપાસ થાય તો અનેક ખરાબ કામોના બિલોમાં થયેલ મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે,.
તસવિર અને અહેવાલ : નવીન ચૌધરી – સુઇગામ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.