ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પત્રકાર મિત્રો ભેગા મળીને પાટણ જીલ્લા માહિતિ અઘિકારી તરિકે નવનિયુક્ત કુલદીપ પરમાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી
જેમાં પાલનપુર સમાચાર ના ભલુભા વાઘેલા. જી ઇન્ડિયા ના જેનુંભા વાઘેલા. ગાંધીનગર સમાચાર દૈનિક અખબાર ના હેમુભા વાઘેલા અને ક્રાઇમ રિપોર્ટ ના રામજીભાઈ રાયગોર અને બલુભા ડાભી ઉપસ્થિતિ યોજાયેલ શુભેચ્છા મુલાકાત માં સાલ શ્રીફળ અને સાકર આપી ને પેડા ખવડાવી મોં મીઠું કરાવી ને શુભેચ્છા પાઠવી હતી
જોકે કુલદીપ પરમાર અગાઉ ઘણા સમય સુધી બનાસકાંઠા જિલ્લામાં ટીવી9 ના રિપોર્ટર તરિકે સેવા આપી હતી પરંતુ તેમની લોકપ્રિયતા અને કામગીરી અને ટેલેન્ટ સાથે ઉચ્ચ અભ્યાસ થી ક્લાસ ટુ અઘિકારી ની પરીક્ષા પાસ કરીને આજે તમામ મિત્ર મંડળ માં નામ રોશન કર્યું છે અને હાલમાં તેઓ પાટણ જીલ્લા માહિતિ અઘિકારી ની પોસ્ટ પર નિમણુક કરવામાં આવતાં હર્ષની લાગણી વ્યકત કરી હતી
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ