મુખ્ય કાવતરાખોર નીરજ બિશ્નોઈ ૭ દિવસના પોલીસ કસ્ટડીમાં

શેર કરવા અહીં ક્લિક કરો.

બુલ્લી બાઇ એપ કેસનો મુખ્ય કાવતરાખોર નીરજ બિશ્નોઈ દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. પોલીસની પૂછપરછમાં તેણે ઘણા રહસ્યો ખોલ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે એપ અને ટિ્‌વટર એકાઉન્ટ બનાવવા અંગે ઘણી બાબતોનો ખુલાસો કર્યો હતો. બુલ્લી બાય કેસમાં ધરપકડ કરાયેલા નીરજને કોર્ટે સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અનુસાર, પોલીસ સમક્ષ પૂછપરછ દરમિયાન, બુલ્લી બાય એપ કેસના મુખ્ય કાવતરાખોર નીરજ બિશ્નોઈએ કહ્યું કે તેણે નવેમ્બર ૨૦૨૧માં એપ ડેવલપ કરી હતી અને ડિસેમ્બર ૨૦૨૧માં તેને અપડેટ કરી હતી. તેણે એમ પણ કહ્યું કે તેણે એપ વિશે વાત કરવા માટે બીજું ટિ્‌વટર એકાઉન્ટ બનાવ્યું છે. અન્ય એકાઉન્ટનો ઉપયોગ કરીને તેણે કહ્યું કે ‘તમે ખોટા વ્યક્તિની ધરપકડ કરી છે

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે દિલ્હી પોલીસે બુલ્લી બાય એપના મુખ્ય ષડયંત્રકારની આસામમાંથી ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ નીરજ બિશ્નોઈ તરીકે થઈ હતી. નીરજ મધ્યપ્રદેશના સિહોરમાં એક એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. અગાઉ આ કેસમાં વધુ ત્રણની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ સાયબર સેલે ઉત્તરાખંડમાંથી શ્વેતા સિંહ અને બેંગલુરુમાંથી ૨૧ વર્ષીય એન્જિનિયરિંગના વિદ્યાર્થી વિશાલ કુમાર ઝાની ધરપકડ કરી હતી. તેમજ ૨૧ વર્ષીય મયંક રાવલની બુધવારે વહેલી સવારે ઉત્તરાખંડના કોટદ્વારથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી શ્વેતા સિંહ બુલી બાય એપની કંટ્રોલર્સમાંની એક છે

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.