ગરવી તાકાત મહેસાણા : તારીખ ૧૩ તથા ૧૪ ડિસેમ્બરના રોજ સ્વીટ ટાઇમ હોટલ ખાતે જેસીઆઇ કડી દ્વારા જેસીઆઇ ગુજરાતના ઝોન ૮ના તમામ હોદ્દેદારોનો વર્ષ ૨૦૨૬ માટેના આયોજન માટે ઝોન ઓફીસર્સ ટ્રેનીંગ સેમિનાર યોજાઇ ગયો. સમગ્ર ઝોન આઠના ગુજરાત અને મહારાષ્ટ્રના બોમ્બે મરીન લાઇનથી તમામ ઝોન કક્ષાના પદાધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. ઝોન ૮ના ઝોન પ્રમુખ જેસી લલીત બલદાણીયા, ઉદઘાટક તરીકે પાસ્ટ ઝોન પ્રમુખ જેસી કિંજલ શાહ, ચેરમેન તરીકે જેસીઆઇ ઇન્ડિયાના નેશનલ વાઇસ પ્રેસિડન્ટ જેસી સિધ્ધાર્થ ભટનાગર,
કિ નોટ સ્પીકર તરીકે જેસીઆઇ ગુજરાતના લીડર જેસી સંજય માંકડ હાજર રહ્યા હતા. કાર્યક્રમના હેડ કોચ તરીકે પાસ્ટ નેશનલ પ્રેસિડન્ટ જેસી દિપક નાહર તથા કો-કોચ તરીકે પાસ્ટ નેશનલ ટ્રેઝરર જેસી બિરાજ કોટેચા અને જેસી ઇશાન અગ્રવાલે સૌને માર્ગદર્શન આપ્યું હતું.વર્ષ ૨૦૨૬ના પ્રમુખ જેસી ડો. અલ્પેશ પ્રજાપતિએ સૌનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. જેસીઆઇ વર્ષ ૨૦૨૬ની પહેલી ઇવેન્ટ જેસીઆઇ કડી દ્વારા આયોજીત થઇ.
તે બદલ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ ટ્રેનીંગ કાર્યક્રમની સફળતા માટે જેસીઆઇ કડીના વર્ષ ૨૦૨૫ના પ્રમુખ જેસી આનંદ ગજ્જર, પૂર્વ પ્રમુખ જેસી ડો. વિષ્ણુ પ્રજાપતિ, જેસી ચૈતન્ય પટેલ, જેસી જનક જોશી તથા સભ્યમાં જેસી ચિરાગ મહેશ્વરી, જેસી પરાગ ઓડ, જેસી તેજસ પટેલ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની આભારવિધિ જેસી યોગેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી.જેસીઆઇ કડીની ભાવસભર મહેમાનગતિ માટે સૌ હોદ્દેદારોએ તેમના ઉત્તમ પ્રતિભાવ આપ્યા હતા.


