જય રણછોડ, માખણચોરના નાદ સાથે લાખો ભકતો પદયાત્રા કરી દ્વારકા પહોંચશે

શેર કરવા અહીં ક્લિક કરો.

— રાજયભરમાંથી ભકતો પગપાળા દ્વારકા માટે આવતા હોય છે. કેટલાક ભકતો દર વર્ષે હોળીના તહેવાર સમયે ચાલીને આવે છે.

— ભગવાનનું નામ લઈને નાચતા, ગાતા, ભજન, ગરબા-રાસ અને કૃષ્ણભકિતમાં રંગાય જાય છે.

ગરવી તાકાત જામનગર : પવિત્ર પાવન નગરી દ્વારકામાં વિવિધ ધાર્મિક ઉત્સવો ધામધુમથી ઉજવાય છે. હોળીનો તહેવાર પણ આસ્થા ઉમંગથી ઉજવવામાં આવે છે. અને પાવન પ્રસંગે પાવનનગરી દ્વારકામાં લાખો ભક્તો દોડી આવે છે. લાખો લોકો દુર-દુરથી પગપાળા કરી દ્વારકા આવે છે.

હોળી નજીક છે, ત્યારે જામનગર-દ્વારકા હાઈવે પર વાહનોની સાથે મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા તરફ જતા જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભુમિ દ્વારકામાં વર્ષ દરમિયાન અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે. દ્વારકામાં પુનમના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. જેમા રંગોના પર્વ હોળીના તહેવારમાં લાખો ભક્તો પગપાળા દ્વારકા આવતા હોય છે. કૃષ્ણને હોળી સાથેનો જુનો સંબંધ છે.

અને ભક્તો ભગવાન સાથે હોળી રમવા ફુલડોર ઉત્સવના દર્શન માટે પગપાળા દ્વારકા આવે છે. રાજયભરમાંથી ભકતો પગપાળા દ્વારકા માટે આવતા હોય છે. કેટલાક ભકતો દર વર્ષે હોળીના તહેવાર સમયે ચાલીને આવે છે. ભગવાનનું નામ લઈને નાચતા, ગાતા, ભજન, ગરબા-રાસ અને કૃષ્ણભકિતમાં રંગાય જાય છે. અને દિવસો સુધી ચાલીને જવાનો કોઈ થાક લાગતો નથી. વિદેશ પ્રવાસથી પણ વધુ પગપાળાનો પ્રવાસ ભકતોને વધુ પસંદ પડે છે.

— જામનગર-દ્વારકા હાઈવે પર વાહનોની સાથે મોટી સંખ્યામાં પદયાત્રીઓ

હાલ છેલ્લા કેટલાય દિવસોથી ભક્તોનો ઘોડાપુર દ્વારકાના હાઇવે પર જોવા મળે છે. જયાં લાખો ભક્તો હોળી ઉત્સવ માટે અગાઉથી રાજયભરના વિવિધ શહેરોમાંથી પગપાળા દ્વારકા આવે છે. ત્યાં ભક્તોની ભીડની સાથે કૃષ્ણભકિતમાં રંગાઈને ચાલી રહ્યાં છે. રસ્તા પર જય રણછોડના નાદથી ગુંજી રહયા છે. દિવસોથી 200થી 500 કે તેથી વધુ કિ.મી. ચાલીને આવનાર શ્રધ્ધાળુઓને કૃષ્ણભકિતમાં કોઈ થાક લાગતો નથી, અને રસ્તામાં જય રણછોડ, માણખચોરના નાદ સાથે ચાલી રહયા છે.

– પદયાત્રીઓની હારમાળા: 

— સેવા કેમ્પની હરોળમાળા, સ્વયંસેવક મોટી સંખ્યામાં સેવામાં લાગ્યા: 

શ્રધ્ધાળુઓ માટે રસ્તા પર અનેક સેવાકીય કેમ્પ ચાલી રહ્યાં છે. જયાં પદયાત્રીઓ માટે પાણી, ભોજન, બેઠક સહીતની સુવિધા આપવામાં આવે છે. સાથે પગની સારવાર કે જરૂરી દવા પણ આપવામાં આવે છે. થોડા-થોડા અંતરે પદયાત્રીઓ માટે વિવિધ પ્રકારની સેવાના કેમ્પ કાર્યરત હોય છે. પદયાત્રીઓને વિસામો, બેઠક વ્યવસ્થા, મોબાઈલ ચારજીંગ, દવા, આરોગ્ય સેવા, મેડીકલ કેમ્પ, ઠંડાપીણા, ચા, શરબત, ફળ, નાસ્તો, પ્રસાદ, ભોજન વ્યસ્થા, સહીતની સુવિધા વિવિધ સંસ્થાઓ દ્વારા મળે છે.

             —  સેવા કેમ્પમાં પદયાત્રીઓનો વિસામો: 

દ્વારકા જતા હાઈવે પર આવતા ખેતરો, ફાર્મહાઉસ, ગામના ચોરા, આશ્રમ, કે સંસ્થામાં રાહત સેવા કેમ્પો કાર્યરત છે. થોડા થોડા અંતરે વિવિધ સેવના કેમ્પ કાર્યરત કરે છે. જયાં સ્વયંસેવકોની ફોજ હોય છે. જે રાતદિવસ આવા પદયાત્રીઓની સેવા કરે છે. નાધેડી નજીક બાલાહનુમાન મંદિરના 50 સ્વયંસેવકોએ કેમ્પ કાર્યરત કર્યો છે. જયા ભસાદ, ઠંડાપીણા, આરોગ્ય સેવા, મોબાઈલ ચાર્જીંગ, બેઠક વ્યવસ્થા અને વિશ્રામ માટેની સુવિધા ઉભી છે.

દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ ચાલીને દ્વારકા આવતા હોય છે. જેમાં દર વર્ષે ભક્તોની સંખ્યામાં વધારો થાય છે. દ્વારકામાં ફુલડોલ ઉત્સવ માટે લાખો યાત્રીકો આવે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.