મહેસાણાના જગુદણના રહેવાશીઓ મજબુરીના માર્યે હાલ પડુ કે કાલ પડુ જેવી પરિસ્થિતી વાળા આરોગ્ય કેન્દ્રમાં ઈલાજ કરાવવા મજબુર બન્યા છે. બીસ્માર આરોગ્ય કેન્દ્રમાં ગરીબ ગ્રામ જનોને પોતાનો જીવ જોખમમાં મુકી ઈલાજ કરાવવાની ફરજ પડી રહી છે. આ આરોગ્ય કેન્દ્રને ખુદ ઈલાજની જરૂર છે એવામાં લોકો અહીયા ઈલાજ માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તેમ છતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ઝર્ઝરીત ઈમારતની સંભાળ લેવા તૈયાર નથી.
ચારે બાજુ ગંદકી અને ઘાસ ઉગી ગયુ છે, સ્ટાફ તથા દવાનો અભાવ હોવા ઉપરાંત જર્જરીત ઈમારતની હાલત જોઈ આર્થીક રીતે સક્ષમ નાગરીક આ આરોગ્ય કેન્દ્રમાં પગ મુકવા તૈયાર નથી પરંતુ અહીયા કોરોના રસીકરણની કામગીરી પણ ચાલતી હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહે છે. એક સમયે અહિયા આસપાસના ગામની મહિલાઓની પ્રસૂતીઓ પણ થતી હતી પરંતુ સરકારની ઉદાશીનતાને કારણે આરોગ્ય કેન્દ્ર ખંડેરમાં પરીવર્તીત થઈ ચુક્યુ છે. હવે તેઓ પ્રાઈવેટ કે અન્ય કોઈ હોસ્પિટલમાં ઈલાજ કરાવવા મજબુર બન્યા છે.