ઇન્દ્રાડ ગામમાં ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી મહિલા પર હુમલો કરી સોના-ચાંદીના દાગીના લૂંટી અજાણ્યો ઈસમ ફરાર

શેર કરવા અહીં ક્લિક કરો.

નંદાસણ પાસે આવેલા ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલા ખેતરમાં ગામની મહિલા ઘાસચારો લેવા ગઈ હતી. એ દરમિયાન અજાણ્યા ઇસમે મહિલાને મદદ માટે બોલાવી બાદમાં હુમલો કરી કાનમાં અને ગળામાં પહેરેલા સોના-ચાંદીના દાગીના ઝૂંટવી ઈસમ ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનામાં મહિલાના શરીરે ઈજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી

મહેસાણા જિલ્લામાં આવેલા નંદાસણ પંથકમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં ઇન્દ્રાડ ગામમાં એક મહિલા પોતાના ખેતરમાં ઘાસચારો લેવા ગઈ હતી, એ દરમિયાન બાજુના ખેતરમાંથી અજાણ્યા ઇસમે ઘાસચારો ઉપડાવવા મદદ માંગતા મહિલા ત્યાં ગઈ હતી. જો કે મહિલા અજાણ્યા ઇસમને જોતા જ ત્યાંથી ફરી પોતાના ખેતર બાજુ આવી હતી, એ દરમિયાન ઇસમે મહિલા સાથે ઝપાઝપી કરી હતી

જ્યાં બાદમાં મહિલાના કાને પહેરલી સોનાની વાળી અને ગળામાં પહેરેલા મંગળસૂત્રની લૂંટ કરી અજાણ્યો ઈસમ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનામાં મહિલાના કાને લોહી નીકળતા મહિલાએ બુમાબુમ કરી હતી. જેથી આસપાસના ખેતરોમાં રહેલા લોકો આવી જતા મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલા ભાનમાં આવતા હાલમાં નંદાસણ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ સામે કુલ રૂ. 50 હજારની મત્તાની લૂંટ અંગે ફરિયાદ નોંધાવા પામી છે

તસવિર અને આહેવાલ :જૈમિન સથવારા – કડી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.