ગરવી તાકાત અમદાવાદ: IPL-2022 માં બે નવી ટીમો રમતી જોવા મળશે. આમાંથી એક ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ છે જ્યારે બીજી ટીમ અમદાવાદની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદે સોમવારે પોતાની ટીમના નામની જાહેરાત કરી છે અને તેનું નામ અમદાવાદ ટાઇટન્સ રાખ્યું છે.
અમદાવાદે હાર્દિક પંડ્યાને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે, જ્યારે આ ટીમમાં શુભમન ગિલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.કોચિંગ સ્ટાફમાં આશિષ નેહરા અને ગેરી કર્સ્ટનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદે રાશિદ ખાન અને શુભમન ગિલ પર પણ ઘણા પૈસા ખર્ચ્યા છે. લીગના ઈતિહાસમાં સૌથી સફળ બોલરો અને વિદેશી ખેલાડીઓમાંના એક, અનુભવી અફઘાન લેગ-સ્પિનર રાશિદને પણ અમદાવાદે 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે, ફ્રેન્ચાઇઝીએ યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગિલ માટે 8 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જે ગત સિઝન સુધી કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ હતો.