5 દિવસથી લાઈન બંદ હોવાથી રજુઆત – ખેડબ્રહ્મા UGVCL ના એન્જીનિયરની દાદાગીરી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતમાં તાઉતે વાવાઝોડા બાદ અનેક વિજ થાંભલાને નુકશાન થયુ હતુ. પરંતુ તંત્ર દ્વારા ફરિવાર પડી ગયેલા થાંભલાને ફરિવાર ઉભા કરી વિજપુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ખેડબ્રહ્મામાં આવેલ કરૂન્ડા વિસ્તારમાં વિજપુરવઠો ખોરવાતા હજુ સુધી પણ અંધારપટ છે. અહીયાના સ્થાનીકો દ્વારા અધીકારીઓને રજુઆતો કર્યા બાદ પણ સમષ્યાનુ સમાધાન આવી રહ્યુ નથી. ઉપરથી ખેડબ્રહ્મા યુજીવીસીએલના ચીફ એન્જીનીયર દાદાગીરી કરી  જવાબદારી એક બીજાના માથા પર ઢોળી રહ્યા છે.

ખેડબ્રહ્માના ડોવોસ,કરૂન્ડ દેવિનગરની લાઈન એક છે. જેમાં ટ્રીપીંગના કારણે પ્રોબ્લેમ આવી રહ્યો છે. આથી સ્થાનિકો દ્વારા છેલ્લા પાંચ દીવસથી લાઈન બંધ હોવાથી સંબધીત અધિકારીઓને રજુઆત કરી રહ્યા છે. પરંતુ  અધિકારીઓ જવાબદારી એક બીજાના માથે ઢોળી છટકી જવાની ફરિયાદો સામે આવી રહી છે. 5 દિવસથી લાઈન બંધ હોવાથી માણસો સહીત ઢોર ઢાંખરને પણ તકલીફ પડી રહી છે. આ વિસ્તારમાં 100 વધુ મુંગા પ્રાણીઓના તબેલા આવેલા છે. જેથી પાણી વગર પશુઓ પણ તરફડી રહ્યાની રાવ ઉભી થઈ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.