ગરવી તાકાત વડનગર : આગામી 21મી જૂને “યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે. ગુજરાતમાં આ ઉજવણી સાથે “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ જોડવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે સવારે 6 કલાકે યોજાનાર રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર
![]()
મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી યુનાઈટેડ નેશન્સમાં 177 દેશોના સમર્થનથી 2015થી દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થાય છે. રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા રાજ્ય યોગ બોર્ડના સહયોગથી વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી અંદાજે 1 કરોડ 50 લાખથી વધુ નાગરિકોની સહભાગીતાનું લક્ષ્ય રખાયું છે.

યોગ દિવસની પૂર્વ તૈયારી રૂપે જૂનાગઢ, પોરબંદર, સુરત, વડોદરા અને અમદાવાદમાં 35થી વધુ કાર્યક્રમો યોજાયા છે. 15થી 20 જૂન દરમિયાન દરેક જિલ્લામાં કોમન યોગ પ્રોટોકોલના કાર્યક્રમો યોજાયા. વડનગરમાં શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મંદિર સહિત 11 આઇકોનિક સ્થળો પર યોગ અને સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોજાયા હતા. વડનગર સહિત વિવિધ સ્થળોએ વડાપ્રધાનના સંદેશના જીવંત પ્રસારણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


