ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. આ કાર્યક્રમમાં અન્ન નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા (રાજ્ય કક્ષા) મંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહેશે. 21 જૂનને વિશ્વકક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

સાબરકાંઠા જિલ્લામાં બે આઇકોનિક સ્થળો પર વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળોમાં સુપ્રસિદ્ધ ઇડરીયો ગઢ અને વિજયનગર તાલુકાનું શારણેશ્વર મંદિર (પોળો ફોરેસ્ટ)નો સમાવેશ થાય છે જિલ્લામાં યોગ દિવસની ઉજવણી.

જિલ્લાકક્ષા, તાલુકાકક્ષા, નગરપાલિકાકક્ષા અને ગ્રામ્યકક્ષાએ કરવામાં આવશે. વધુમાં વધુ નાગરિકોની ભાગીદારી માટે ગાયત્રી પરિવાર, પતંજલિ, નહેરૂ યુવા કેન્દ્ર, ઉમિયા પરિવાર અને સ્વામીનારાયણ જેવી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે બેઠક યોજવામાં આવી છે.


