અનંત અનાદિ  વડનગરના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે  આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાયો

January 11, 2024

૧૬ દેશના ૪૨ પતંગ બાજો અને  ૬ રાજ્યોના ૨૮ પતંગ બાજોએ વિવિધ અને પ્રાસંગિક પતંગ ઉડાડીને પતંગ મહોત્સવમાં ભાગ લીધો

ગરવી તાકાત,વ઼ડનગર (મહેસાણા માહિતી નિયામક) – અનંત અનાદિ વડનગર સ્પોર્ટસ  કોમ્પલેક્ષ ખાતે આજે જિલ્લા અગ્રણીઓના વરદ હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઊંઝાના ધારાસભ્યશ્રી કે.કે.પટેલે  પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,” રાજ્યમાં ૭ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ સુધી ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંતર્ગત આજરોજ વડનગરના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માદરે વતન ખાતે મનાવાતા પતંગ મહોત્સવનો આનંદ ઉપસ્થિત સૌ પતંગ રશિયાઓ આનંદ  લઈ રહ્યા છે અને આ ઉત્સવ પ્રેમીઓ માટે આગવો લાહવો છે તો સાથે મળીને પતંગ મહોત્સવ નો આનંદ માણીએ……

      પ્રાસંગિક પ્રવચનમાં અગ્રણીશ્રી ગીરીશભાઈ રાજગોરે  પતંગ ઉત્સવ તેમજ વડનગરના અર્વાચીન અને પ્રાચીન ઇતિહાસની વિગતો વિગતે રજૂ કરીને જણાવ્યું હતું કે ,” જી-20 વસુદેવ કુટુંબકમ થીમ પર પતંગોત્સવ આધારિત છે..વસુદેવ કુટુંબકમની ભાવના વડનગરમાં સાકાર થઈ રહી છે . આ સુંદર સરસ  અને ગૌરવપુર્ણ   બાબત  છે કે યુનેસ્કો દ્વારા વડનગરને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું છે. અને વડાપ્રધાનશ્રીના માદરે  વતન ખાતે પતંગ ઉત્સવ અને આકાશ વિશ્વબંધુત્વનો પર્યાય બતાવે છે.  પતંગ ઉત્સવમાં પગલે બે દાયકામાં પતંગનો વ્યવસાય રૂ. 625 કરોડનો થયો છે.

રાજ્યના વિકાસના મોડલને અનુસરીને આજે અન્ય લોકો પણ પ્રેરિત થઈ રહ્યા છે અને પતંગ ઉત્સવ દરમિયાન સાવધાની અને સાવચેતી રાખીને સલામતીપૂર્વક પતંગ ઉત્સવમાં  પતંગ ઉડાડવા પણ તેમણે જણાવ્યું હતું…. સ્વાગત પ્રવચનમાં નિવાસી અધિક કલેકટરશ્રી એસ.સી સાવલિયાએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નો ઉદ્દેશ અને મહત્વ સમજાવીને મહેસાણા જિલ્લામાં યોજાઇ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મહત્વ સમજાવીને સૌને આવકાર્યા હતા…..

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0