મહેસાણા જિલ્લાના 39 નાયબ મામલતદારની આંતરિક ફેરબદલી

April 29, 2022

— અમદાવાદના ના.મામલતદાર મહેસાણા, બોટાદના વડનગર અને દાહોદના વિજાપુર મુકાયા :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા જાહેર હિત અને વહીવટી સરળતા ખાતર નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓની બદલી અને નિમણૂંકનો હુકમ કરવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદ, બોટાદ અને દાહોદ જિલ્લાના ત્રણ નાયબ મામલતદારને મહેસાણા જિલ્લામાં મુકવામાં આવ્યાં હતા.

મહેસાણા જિલ્લાના જુદાજુદા તાલુકા મથકોની કચેરીઓમાં ફરજ બજાવતાં  નાયબ મામલદારોની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા કચેરીના ૧૫ નાયબ મામલતદાર, કડી-૩, વિજાપુર-૩, ખેરાલુ-૩, વડનગર-૩, ઊંઝા-૩, વિસનગર-૪, સતલાસણા-૧, બેચરાજી-૪ નો સમાવેશ થાય છે.

જ્યારે અમદાવાદ  જિલ્લાના નાયબ મામલતદાર રેખાબેન જી.રબારીને શિરસ્તેદાર તરીકે ખાસ જમીન સંપાદન અધિકારી, ઓ.એન.જી.સી.યુનિટ-ર ની કચેરી, મહેસાણા ખાતે તેમજ બોટાદ જિલ્લાના ભાવિન કે.ચૌધરીને સર્કલ ઓફિસર તરીકે મામલતદાર કચેરી, વડનગર ખાતે અને દાહોદ જિલ્લાના અમી.જે.પટેલને નાયબ મામલતદાર (મધ્યાહ્ન ભોજન યોજના-હિસાબ), મામલતદાર કચેરી, વિજાપુર ખાતે બદલીથી મુકવામાં આવ્યાં છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0