કડીના ધવલ પ્લાઝા પાસે બ્લડ સેમ્પલમાં વપરાતી કીટો જાહેર માર્ગ પર રખડતી જોવા મળી,,

February 20, 2022

ગરવી તાકાત મહેસાણા: કડીમાં અનેક લેબોરેટરીઓ આવેલી છે. જેતે બીમારીમાં દર્દીનો બ્લડ રિપોર્ટ કરવામાં આવે છે. જે રિપોર્ટ કર્યાં બાદ તે કીટનો યોગ્ય નિકાલ કરવાની જવાબદારી જેતે સંસ્થાની હોય છે, પરંતુ કડીમાં કંઇક અલગ જોવા મળી રહ્યું છે. એકવાર અગાઉ રસ્તામાં કીટો જોવા મળી હતી, જ્યારે વધુ એકવાર બ્લડ રિપોર્ટમાં વપરાયેલી કીટો જાહેરમાં જોવા મળી છે. કડીના ધવલ પ્લાઝા પાસે બ્લડ સેમ્પલમાં વપરાતી કીટો જાહેર માર્ગ પર રખડતી જોવા મળી છે.

આ કીટો કોઈ પશુઓના ખાવામાં આવી જાય અથવા નાના બાળકોને નુકસાન કરશે તો જવાદારી કોની? આ ઉપરાંત જાહેરમાં રસ્તામાં પડેલી આ કીટો રોગચાળાને પણ આમંત્રણ આપી શકે છે.

કડીના આરોગ્યતંત્ર દ્વારા આ પડી રહેલી કીટોની યોગ્ય ચકાસણી કરીને લેબોરેટરીના જે તે પણ વ્યક્તિએ આ કીટો નાખી હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે લોકોની માગણી ઉદભવી છે. એક જાગૃત નાગરિકે કડી નગરપાલિકા અને કડી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરતાં ઘટના સ્થળે પોલીસ કાફલો અને નગરપાલિકાના કર્મચારીઓ દોડી આવીને કાર્યવાહી હાથ ધરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0