NRI એ ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતમાં 29 બિલિયનની રેકોર્ડ રકમ મોકલી છે.
પશ્ચિમી દેશોની બેંકોમાં જમા રકમની સરખામણીમાં ભારતમાં વધુ વ્યાજ મળે છે
નવી દિલ્હી, તા.2 – NRI એ ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતમાં 29 બિલિયનની રેકોર્ડ રકમ મોકલી છે. તેનું કારણ એ છે કે વિદેશી ચલણ-બિન-નિવાસી એટલે કે FCNR માંથી વળતર સતત વધી રહ્યું છે. જેના કારણે અહીં પશ્ચિમી દેશોની બેંકોમાં જમા રકમની સરખામણીમાં વધુ વ્યાજ મળે છે. 2023માં કુલ 100 બિલિયન ડોલર મળવાનો અંદાજ છે.
આરબીઆઈના ડેટા અનુસાર, 1991માં ઉદારીકરણ પછીનો આ રેકોર્ડ છે. કોવિડ પછીના સર્વેમાં જાણવા મળ્યું છે કે સૌથી વધુ 23 ટકા રકમ અમેરિકાથી ભારતમાં મોકલવામાં આવી રહી છે. ગલ્ફ દેશોમાંથી આવતી રકમ ઘટી રહી છે. વિશ્લેષકોના મતે છેલ્લું નાણાંકીય વર્ષ વૈશ્વિક સ્તરે સારું વર્ષ રહ્યું છે. વિશ્લેષકોના મતે આ રેકોર્ડ રકમ આવવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે.
એક તો તહેવારોની સિઝનમાં પરિવારોની જરૂરિયાતો માટે પૈસા મોકલવા. બીજું, ડોલર સામે રૂપિયામાં ઘટાડો અને ત્રીજું, બેંકો તરફથી FCNR પર વધુ વ્યાજ. એપ્રિલ-જાન્યુઆરી 2023-24 દરમિયાન FCNR થાપણોમાં કુલ 4.15 બિલિયન આવ્યા છે. જે ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણો વધુ છે.