ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ જિલ્લા શાખા દ્વારા ભારતના સૌપ્રથમ રક્તદાન અને અંગદાન જાગૃતિ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો કે જેને “જીવન ઉત્સવ” તરીકે ઓળખવામાં આવશે તેનો લોકાર્પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડના ચેરમેન શ્રી જયઅમિતભાઈ શાહના હસ્તે તેમના પરિવારજનો અને શુભચિંતકોની હાજરીમાં કરવામાં આવ્યું.
“જીવન ઉત્સવ” એ આપણા ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના પિતાશ્રી અનિલચંદ્ર ગોકળદાસ શાહના નામ સાથેજોડવામાં આવેલ છે અને તે માટે શ્રી અમિતભાઈ શાહ, તેમના પરિવારજનો અને સ્નેહી મિત્રો તરફથી મળેલ ડોનેશનમાંથીઆખો શો ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ ગુજરાતના પ્રમુખ અજયભાઈ પટેલ સોસાયટી, ઇન્ડિયન રેડ ક્રોસસોસાયટી, અમદાવાદ જિલ્લા શાખાના કારોબારી સભ્યો, અમદાવાદના વિવિધ શ્રેષ્ઠિઓ,ધારાસભ્ય,ગુજરાત વેપારીમહામંડળ,અમદાવાદ મેડિકલ એસોસિએશન, પાંચ કૂવા કાપડ મહાજન, વિવિધ કોલેજો શાળાઓ, અમદાવાદની નામાંકિતક્લબના તથા બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરની સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓની હાજરીમાં જીવન ઉત્સવ નું
લોકાર્પણ કરવામાં આવ્યું.આ પ્રસંગે જય અમિતભાઈ શાહ દ્વારા રેડ ક્રોસ બ્લડ સેન્ટર, થેલેસેમિયા ટ્રાન્સફયુઝન સેન્ટર ની મુલાકાત લેવામાં આવી અને
રેડ ક્રોસ દ્વારા રક્તદાન, અંગદાન તથા અજયભાઈ ની આગેવાનીમાં રાહત દરે મેડિકલ સ્ટોર, ફિઝિયોથેરાપી સેન્ટર, ડિઝાસ્ટરમેનેજમેન્ટ ,વડીલો માટેનું વાત્સલ્ય ધામ, આર્ટિફિશિયલ લીમ્બ સેન્ટર જેવા કાયમી પ્રોગ્રામની પ્રશંસા કરવામાં આવી. આવનારાસમયમાં વધુને વધુ લોકો સુધી રક્તદાન -અંગદાન ની જાગૃતિ માટે તેમણે પોતે ક્રિકેટના માધ્યમથી અને તેમના સામાજિકસંપર્કના માધ્યમથી રેડ ક્રોસની માનવતાવાદી કામગીરી સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે તેવી અપીલ ઉપસ્થિત તમામ
મહેમાનોને કરી. તેઓ રેડ ક્રોસના રક્તદાન અને અંગદાન પ્રવૃત્તિ માટે કાયમ મદદરૂપ થશે તેઓ સંકલ્પ જાહેર કર્યો. પોતાનાફંડમાંથી અને દાનવીરો પાસેથી દાન મેળવીને રેડ ક્રોસ ની અમદાવાદ શાખા દ્વારા ભવ્ય શતાબ્દી ભવન નું નિર્માણ કરવામાંઆવ્યું અને તેને આટલી સુંદર રીતે ચલાવવા બદલ જયભાઈએ અમદાવાદ રેડ ક્રોસ ના પ્રતિનિધિઓને શુભેચ્છા પાઠવી.રેડ ક્રોસ દ્વારા શ્રી જય અમિતભાઈ શાહનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અંગદાન જાગૃતિ અભિયાન દ્વારા એક જ દિવસમાં25,000 થી વધુ લોકોને અંગદાનમાં જોડવા માટે આભાર માનવામાં આવ્યો