તમીલનાડુના પોલ્ટી ફાર્મીંગ ગ્રુપ પર Income Tax ના દરોડા, 300 કરોડ ઝડપાયા !

શેર કરવા અહીં ક્લિક કરો.

આવકવેરા વિભાગે પ્રાણીઓના ખોરાકનું ઉત્પાદન અને ઇંડાની પેદાશોની નિકાસ કરતા તમિલનાડુનના ગ્રુપ પર દરોડા પાડીને 300 કરોડ રૂપિયાની બ્લેક ઇનકમ શોધી કાઢી હતી તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે. આવકવેરા વિભાગે આ તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં ગુ્રપના 40 પરિસરોમાં દરોડા પાડયા હતાં. આ ગ્રુપ  પોલ્ટી ફાર્મિંંગ અને ખાદ્ય તેલના મેન્યુફેકચરિંગ સાથે પણ સંકળાયેલુ છે.
દરોડા દરમિયાન કેટલાક દસ્તાવેજાે પણ જપ્ત કરવામાં આવ્યા હતાં. આ દસ્તાવેજાે દર્શાવે છે કે કંપનીએ પોતાની આવક છુપાવવા માટે ખર્ચ વધારે બતાવ્યો હતો. ખર્ચ વધારે બતાવવા કંપનીએ ખરીદીના ખોટા બિલો રજૂ કર્યા હતાં. સીબીડીટીના જણાવ્યા અનુસાર બ્લેક ઇનકમના નાણાથી સિૃથર મિલકતોમાં રોકાણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સીબીડીટી(સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ) આવકવેરા વિભાગ માટે ર્નિણય લેતી ઉચ્ચ સંસૃથા છે. દરોડા દરમિયાન ૩.૩ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી.દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજાે પરથી પુરવાર થાય છે કે ગ્રુપે 300  કરોડ રૂપિયાની બ્લેક ઇનકમનું સર્જન કર્યુ હતું.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.