આગામી સમયમાં વિસનગરની એપીએમસીમાં ચુંટણી યોજાવાની છે. જેમાં ખરીદ વેચાણ વિભાગ તથા ખેડુત વિભાગમાં બેઠકો પર ફોર્મ ભરાયા છે. આ સીવાય વેપારી વિભાગની 4 બેઠકો માટે માત્ર 4 ફોર્મ જ ભરાતા વેપારી વિભાગની બેઠક બિન હરીફ થઈ છે.
વિસનગર એપીએમસીની ચુંટણીમાં ખેડુત વિભાગની 10 બેઠકો માટે 48 ફોર્મ ભરાયા છે. આ સાથે ખરીદ વેચાણ વિભાગની 02 બેઠકો સામે 6 ઉમેદવારોએ ફોર્મ ભરાયા છે. ચુંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેમાં વેપારી વિભાગમાં 4 બેઠક માટે 4 ફોર્મ ભરાતાં તમામ બેઠકો બીન હરીફ થઈ છે. આ ચુંટણીની પ્રક્રીયામાં આવતીકાલે ભરાયેલા ફોર્મની ચકાસણી કરવામાંં આવશે.
વિસનગર માર્કેટ યાર્ડમાં આજના ભાવ
આઈટમ | ઉંચો ભાવ | નીચો ભાવ |
વરીયાળી | 1350 | 1990 |
ઘંઉ | 350 | 471 |
તલ | 1645 | 2150 |
રાયડો | 1300 | 1471 |
મગફળી | 921 | 1060 |