વેજલપુરમાં ૧૭ વર્ષીય સગીરા સાથે આચરાયું દુષ્કર્મ પ્રેમજાળમાં ફસાવી રૂ.૮.૫૦ લાખ પણ પડાવ્યા

February 7, 2022

ગરવી તાકાત અમદાવાદ: અમદાવાદના વેજલપુરમાં પરિવાર સાથે રહેતી એક ૧૭ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. વેજલપુરમાં રહેતી એક સગીરાને ફતેવાડીના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેને મોબાઈલ અને એક્ટિવા લઈ આપવાની લાલચ આપી હતી. એ પછી નરાધમ યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ૧૭ વર્ષીય સગીરા તેના માતા-પિતા સાથે રહે છે. સગીરા અભ્યાસ કરી રહી હતી એ સમયે ફતેવાડીમાં રહેતો યુવક નૌમાન ઈશાક પટેલ તેના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ સગીરા પણ યુવકની વાતોમાં આવી ગઈ હતી, પરંતુ ત્યારબાદ યુવકે તેનો વારંવાર રેપ કર્યો હતો. આ ઉપરાંત આરોપી નૌમાને સગીરા પાસેથી રોકડા રૂપિયા ૩.૭૦ લાખ અને રૂપિયા ૪.૮૦ લાખના દાગીના પડાવ્યા હતા.

આ ઉપરાંત પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી અમદાવાદ જિલ્લામાં ફરજ બજાવે છે. અંતે આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ થઈ હતી, ત્યારબાદ પોલીસે ગુનો નોંધીને આરોપી યુવકને ઝડપી પાડ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0