મોડાસાના ટીંટોઇ ગામે નજીવી બાબતે ભત્રીજાએ કાકા-કાકી પર હુમલો કર્યો

September 12, 2022

ગરવી તાકાત મોડાસા : સામાન્ય બાબતમાં ઉશ્કેરાટમાં આવી હુમલાઓ કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી ઘટનાઓ પર અંકુશ જરૂરી છે. ત્યારે આવી જ એક ઘટના મોડાસાના ટીંટોઇ ગામમાં સામે આવી છે. ટીંટોઇના પ્રજાપતિ વાસમાં કુટુંબીજનો બધા એક ફળિયામાં રહે ત્યારે આ ફળિયાના મકાનમાં એક દંપત્તી રહે.

પતિને દુકાન છે અને પત્ની ઘરનું અને ખેતરનું કામ કરે છે. બે પુત્રો બહાર નોકરી અર્થે છે. જ્યારે પાડોસમાં રહેતા ભત્રીજાએ પાણી ઢોળવાની નજીવી બાબતે કાકા-કાકી ઉપર હુમલો કર્યો હતો. ટીંટોઇ ગામમાં પ્રજાપતી વાસમાં રહેતા ભત્રીજાની નજર કાકાની મિલકત પર હતી. જેથી ભત્રીજાએ કાકાના આંગણામાં અને તેના ઘર આગળ જાણી જોઈને ચાર ડોલ પાણી ઢોડ્યું અને પછી કાકી અમારા ઘર આગળ પાણી ધોળે છે એમ કહી કાકાની દુકાને લડવા ગયો હતો.

જેથી બંને ઘરે આવ્યા અને કાકા કાકીને કાઈ વાત કરે એ પહેલાં જ લાકડી વડે બંને પતિ-પત્ની પર ભત્રીજાએ હુમલો કર્યો હતો. કાકીને મૂઢ માર માર્યો અને કાકાને હાથના ભાગે માર મારી ઇજા પહોંચાડીને ભત્રીજો ફરાર થઇ ગયો હતો. ત્યારે કાકા-ભત્રીજા વચ્ચેની બોલાચાલીનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો આવી ગયા હતા અને 108 મારફતે બંનેને સારવાર અર્થે મોડાસા ખસેડાયા અને સમગ્ર ઘટનાની જાણ મોડાસા પોલીસને કરી પોલીસે સમગ્ર બાબતે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0