વર્ષ- 2022-23માં એસ.ટી નિગમો 2728.62 કરોડની આવક સામે 3200 કરોડના ખર્ચથી 500 કરોડની ખોટ

April 17, 2023

ગુજરાત એસ.ટી નિગમની આવકમાં ખોટનો સીલસીલો યથાવત 

એસટી નિગમ જયારથી અસ્તિત્વમાં આવ્યુ ત્યારથી એસટી તંત્ર દર વર્ષે સતત ખોટ કરી રહયું છે.

વર્ષ- 2022-23માં નિગમો રૂ.2728.62 કરોડની આવક સામે 3200 કરોડનો ખર્ચ થયો હતો

ડિઝલનો ભાવ રૂ.45 હતો ત્યારે પણ ભાડામાં વધારો થયો ન હતો અને હાલ 100 છે છતા ભાડા વધારો નહીં !

ગરવી તાકાત, મહેસાણા તા. 17 – છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજય એસટી નિગમમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. અને દિન-પ્રતિદિન એસટીની બસો અને બસ સ્ટેન્ડોને અદ્યતન બનાવવામાં આવી રહયા છે. આ ઉપરાંત દર વર્ષે એસટી નિગમ સતત નવી બસોનો ઉમેરો કરવામાં આવી રહયો છે. આથી અગાઉ જે એસટી તંત્રની છાપ હતી તેમાં હવે ઘડમુળમાંથી ફેરફાર થઇ ગયો છે. હવે લોકો વધુને વધુ એસટીની બસોમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહયા છે. આમ, છતા એસટી તંત્રની ખોટમાં જો કે, હજુ કોઇ ઘટાડો થયો નથી. 

એસટી નિગમ જયારથી અસ્તિત્વમાં આવ્યુ ત્યારથી એસટી તંત્ર દર વર્ષે સતત ખોટ કરી રહયું છે. અને આ ક્રમ હજુ પણ જળવાઇ રહયો છે. ગત વર્ષમાં પણ એસટી નિગમે ખોટ જ કરી હોવાનું એસટી નિગમના સુત્રોમાંથી જણાવા મળ્યું છે. આ અંગેની વધુ મળતી વિગતો અનુસાર વર્ષ 2022-23ના એસટી નિગમએ રૂ.2728.62 કરોડની આવક મેળવી હતી. જોકે, તેની સામે એસટી તંત્રને રૂ. 3200 કરોડનો ખર્ચ થવા પામ્યો હતો. આમ, ગત વર્ષ પણ એસટી નિગમને રૂ.500 કરોડની ખોટ થવા પામી હતી.

વધુમાં એસટી નિગમના સુત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર દરવર્ષની જેમ ગત વર્ષે પણ એસટી તંત્રએ ખોટની પરંપરા જાળવી રાખી હતી. એસટી નિગમના સુત્રો એવું જણાવે છે કે, વર્ષ 2014થી એસટી બસોના ભાડામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. ડીઝલનો ભાવ જયારે 1 લીટરનો જયારે રૂ. 45 હતો અને હાલમાં રૂ.100 છે. છતા એસટી તંત્ર દ્વારા ભાડામાં કોઇ વધારો કરાયો નથી.જેના કારણે આ પબ્લિક સર્વિસનું નિગમ સતત ખોટ કરી રહયું છે. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, એસટી નિગમના ઉચ્ચ સતાવાળાઓ દ્વારા સરકારમાં અનેક વખત ભાડા વધારા માટે દરખાસ્ત કરવામાં આવેલ છે. જો કે, હજુ સુધી સરકારે આ દરખાસ્ત સ્વીકારી નથી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0