કડીના નાનીકડી વિસ્તારની સોસાયટીઓમાં ઝેર ઓક્તી કંપનીઓથી સ્થાનિક ત્રાહિમામ.40 થી વધુ લોકોની હાલત કફોડી બની

February 26, 2022
ગરવી તાકાત મહેસાણા:  કડી થોળ રોડ પર ધમધમતી કેમીકલ અને અન્ય કંપનીઓ દ્વારા છેલ્લા 1 દિવસથી ઝેર ઓક્તા કડી તાલુકાના નાની કડી વિસ્તારની સોસાયટીમાં રહેતા લોકો ની હાલત કફોડી બની ગઈ છે.કડીના નાનીકડી વિસ્તારમાં આવેલ મહાદેવ રેસિડન્સી અને સંતરામ સીટી તથા આસપાસની સોસાયટીમાં રહેતા લોકોને શ્ર્વાસ લેવામા તેમજ આંખ અને ગળામા બળતરા થવાની અનેક સમસ્યાઓ વચ્ચે સ્થાનીક તંત્ર ઢાંક પીછોડો કરી રહી છે.દર વખતની જેમ કુંભ કર્ણની નિદ્રામા પોઢેલ પ્રદૂષણ વિભાગ ઝેરી ગેસ ક્યાંથી આવે છે તે શોધવા હવામા ફાંફા મારી રહ્યુ છે.
કડીના નાનીકડી વિસ્તારમાં આવેલ બાલાપીર દરગાહની પાછળની મહાદેવ રેસિડન્સી અને સંતરામ સીટી માં રહેતા લોકો ને શુક્રવારે રાત્રે 9 વાગે ઝેરી ગેસ નો ગળતરો ભોગ બની રહ્યા છે.રાત્રે 9 વાગે ઝેરી ગેસની દૂર્ગધથી કડીના નાનીકડી વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીઓના લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા.ઝેરી ગેસના કારણે લોકોને શ્ર્વાસ લેવામા તકલીફ, આંખમા બળતરા અને ગળામા દુખાવો થતા તેમની હાલત કફોડી બની હતી સમસ્યાનો સામનો નાનીકડી વિસ્તારમાં આવેલ સોસાયટીઓ મા રહરતા લોકો નાનીકડીના તલાટી ને જાણ કરી હતી અને ઝેરી ગાસની તીવ્ર વાસથી લોકોની હાલત દયનીય બની જતા લોકોમા અફડાતફડી મચી ગઈ હતી.

અને નાનીકડીના તલાટીએ ટીડીઓ, આરોગ્ય વિભાગને જાણ કરતા કરણનગર પી.એચ.સીના મેડીકલ સહિતનો સ્ટાફ નાનીકડી ની મહાદેવ રેસિડન્સીમાં રાત્રે  દોડી આવ્યો હતો અને નાની કરીને મહાદેવ રેસિડેન્સીમાં રહેતા ખુશ્બુ મકવાણાએ જણાવ્યુ હતુ કે અમારી સોસાયટીમાં 40 થી વધુ લોકોને ઝેરી વાયુથી અસર થઈ હતી અને અમારી સોસાયટીના વડીલોએ તાત્કાલિક ઘટનાની જાણ તલાટી નાની કરીને કરતાં તેઓએ આરોગ્ય વિભાગની ટીમને અમારી સોસાયટીમાં મોકલી આપેલ હતા અને અમારી સોસાયટી માં થયેલ અસરગ્રસ્તોની સારવાર અને દવાઓ આપી હતી
કડી તાલુકાના કરણનગર માં આવેલ પી.એસ.સીના મેડીકલ ઓફીસરે શુક્રવારે રાત્રે કડી તાલુકા હેલ્થ ઓફિસર અને ગુજરાત પોલ્યુશન બોર્ડ મહેસાણા ને જાણ કરી હતી  જાણ થતાંની સાથે જ શનિવારે ગુજરાત પોલ્યુશન બોર્ડ મહેસાણાના અધિકારીઓએ મેડિકલ ઓફિસરે પ્રદુષણ વિભાગને જાણ કરતા કુંભ કર્ણની નિદ્રામા પોઢેલ પ્રદૂષણ વિભાગના પ્રિયદર્શિ સફાળા જાગી ઉઠી કડી દોડી આવ્યા હતા. પરંતુ તેમની નિયતમા ખોટ હોય તેમ ઝેર ઓક્તી કંપની શોધવામા પાછી પાની કરી અસરગ્રસ્ત લોકોને અંધારામા રાખવાનો બદ ઈરાદો પાર પાડ્યો હતો

— સર્જાયેલી પરિસ્થિતિને લઇને સ્થાનિક લોકોમાં ફફડાટ:

કડીના નાનીકડી વિસ્તારમાં  શુક્રવારે રાત્રિના સમયે વાયુ પ્રદુષણથી લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થતાં ફફડાટનો માહોલ ઊભો થયો છે સ્થાનિક લોકો કોરોના મહામારી વચ્ચે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં તેમજ નાક અને ગળામાં બળતરા શરૂ થતાં ચિંતામાં મૂકાયા હતા અને જવાબદારો સામે પગલાં ભરવા માગ ઉઠી હતી

— ઘટના અંગેનું ચોક્કસ કારણ મળ્યું નથી:

કડી તાલુકાના નાનીકડીની સોસાયટીઓના વિસ્તારમાં શુક્રવારે રાત્રે ઝેરી વાયુ પ્રદુષણથી નાનીકડી વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં લોકોને ઉધરસ અને ગળામાં બળતરા શરૂ થઈ હતી જેથી સ્થાનિક લોકોએ ઘટનાની જાણ નાનીકડીના તલાટીને કરતા તલાટીએ કરણનગર પીએચસી ના મેડીકલ ઓફીસરને જાણ કરી હતી અને મેડીકલનું સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 40 થી અસરગ્રસ્ત લોકોને મેડિકલની તપાસ કરી અને દવાઓ આપવામાં આવી હતી જોકે હજુ સુધી ઘટના પાછળનું ચોક્કસ કારણ મળ્યું ન હતું તેવું કરણનગર પીએસસીના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું અને કડી તાલુકાના કરણનગર પીએચસીના મેડીકલ ઓફીસરે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણા અને કડી તાલુકા હેલ્થ ઓફિસર જાણકારી હતી કે પ્રાથમિક તપાસ દરમ્યાન ગુજરાત અંબુજા પ્રાઈવેટ લિમિટેડ કંપની  કડી થોળ રોડ તથા તેના આજુબાજુ વિસ્તારમાંથી ઉત્પન્ન થતાં ઝેરી ગેસ અને વાયુના કારણે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે
તસવિર અને આહેવાલ: જૈમિન સથવારા – કડી 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0