ભારત સરકારનાં જીવજંતુ કલ્યાણ બોર્ડની માર્ગદર્શીકા મુજબ તથા ગુજરાત સરકારના પ્રાણી કલ્યાણ બોર્ડની ગાઈડલાઈન અનુસાર રાજયની તમામ સરકારી કચેરીઓમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુ-પક્ષીઓને સાતા મળે તેવા શુભ હેતુથી રાજકોટની કલેકટર કચેરીમાં, સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા. જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન નાં સહકારથી ચકલીના માળા, પંખીઓ માટે પાણી પીવા માટેના કુંડા મુકવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કલેકટર કચેરીના પ્રતિનિધિઓ ચીટનીસ ટુ કલેકટર એમ.ડી. રાઠોડ, જન સંપર્ક અધિકારી ફિરોઝખાન યુસુફઝાઈના હસ્તે કુંડા—માળા મુકવામાં આવ્યા હતાં.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, પ્રતિકભાઇ સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્રભાઇ કાનાબાર, રમેશભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઈ મહેતા રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓની ટીમે જહેમત ઉઠાવી હતી.
અત્રે ઉલેખનીય છે કે, તાજેતરમાં જ ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સભ્ય તથા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં પ્રમુખ મિત્તલ ખેતાણી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખોરાક અને પાણીના અભાવે પશુ-પક્ષીઓ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે રાજયમાં ભીષણ ગરમીને ધ્યાને રાખીને રાજયના દરેક ગામ/નગરમાં પશુ-પક્ષીઓ માટે ઘાસચારા અને ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવા, રાજયની દરેક સરકારી કચેરીઓમાં પક્ષીઓ માટે વૃક્ષો પર પાણીના કુંડા/ પક્ષીઘર લગાવવા જોઇએ અને દરરોજ પાણીની ઉપલબધ્ધતા સુનિશ્ચિત કરવી જોઇએ, પક્ષીઓ માટે ગામડાઓ અને નગરોમાં જ્યાં પક્ષીઓની વધુ અવરજવર હોય તેમજ વૃક્ષો ઉપર જરૂરિયાત મુજબ અનાજ, પાણી માટે પાત્રની વ્યવસ્થા કરવી જોઈએ, ઉપરોક્ત કાર્યોના સંબંધમાં સ્થાનિક દાતાઓ/સામાજિક સંસ્થાઓ અને ગ્રામજનોનો સહકાર લેવા માટે આવશ્યકતા મુજબ તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. રાજ્યના દરેક ગામમાં વિવિધ સ્થળોએ સર્વે કર્યા બાદ પશુઓ માટે યોગ્ય જગ્યાએ પાણી પીવાના પાત્રો તથા તેમાં દરરોજ પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવે જેથી રખડતા પશુઓ ઉનાળાના દિવસોમાં તરસ્યા ન રહે. રાજ્યના તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને તલાટીશ્રીઓએ તેમની ગ્રામ પંચાયતો ગામના વિવિધ વિસ્તારોમાં જોઈએ તેટલા પાણીના કુંડ મૂકવામાં આવ્યા છે કે કેમ અને તેમને પાણીથી ભરવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની કાળજી પણ લેવી જોઈએ ઉપરોક્ત તમામ બાબતો અંગે યોગ્ય કરવા ગુજરાત સરકારશ્રીમાં ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સભ્ય તથા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં પ્રમુખ મિત્તલ ખેતાણી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો. 98242 21999) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.