ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદીએ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન કર્યા
ગરવી તાકાત, અંબાજી તા. 30 – પ્રધાનમંત્રી મોદીએ અંબાજી માતાના દર્શન કરવા કર્યા છે. અંબાજીમાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે તડામાર તૈયારી કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં પીએમનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરવામાં આવ્યું છે. આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા પીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમના સ્વાગતમાં દાંતાના મંડાલી અને સનાલી લોકો ભાગ લીધો હતો.

અંબાજી મંદિરના ચાચર ચોકમાં પીએમનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા અંબાના ચરણોમાં નમાવ્યુ શીશ, ગર્ભ ગૃહમાં પાવડી પૂજા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટથી તેમનો કાફલો ચીખલી હેલિપેડ પર ગયો હતો ત્યાંથી તેઓ અંબાજી પહોંચ્યા હતા. અંબાજીમાં પીએમ મોદીએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. યાત્રાધામ અંબાજીમાં પહોંચીને મા અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી મંદિરમાં પહોંચીને મા અંબેના દર્શન કર્યા છે. વડાપ્રધાન અંબાજીમાં અનેક વિકાસ કામોની ભેટ આપવાના છે. વડાપ્રધાન મોદી ગર્ભ ગૃહમાં પાવડી પૂજા કરી હતી.