મહેસાણા ભાજપની યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જયરાજસિંહ પરમારે કોંગ્રેસે પર આકરા પ્રહાર કર્યા 

શેર કરવા અહીં ક્લિક કરો.

વૈજ્ઞાનિક ડાર્વીનના મતે શક્તિશાળી વ્યકિતને કોઇ રોકી શકશે નહી – મિડીયા સેલ કન્વીનર જયરાજસિંહ પરમાર 

કોંગ્રેસના ટોપ ફાઇવ નેતાઓમાં એવા એક નેતા બતાવો કે જેની જાહેરસભામાં દસ હજાર માણસો હાજર હોય – જયરાજસિંહ પરમાર

ગરવી તાકાત, મહેસાણા તા. 15- લોકસભાની ચૂંટણી તેમજ જિલ્લાના વિજાપુર વિધાનસભા બેઠકની ખાલી પડેલી જગ્યા અંગેની પેટા ચૂંટણીને અનુલક્ષીને મહેસાણા જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં ભાજના મિડીયા કન્વીનર અને આગેવાન જયરાજસિંહે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી છે ત્યારે વૈજ્ઞાનિક ડાર્વીનના મતે શક્તિશાળી વ્યકિતને કોઇ રોકી શકશે નહી.

image.png

ભારતીય જનતા પક્ષની સરકારની પ્રજાલક્ષી કામગીરીઓ અંગે એક યા બીજા પ્રકારે આક્ષેપો કરીને કોંગ્રેસ વાતો કરે છે ત્યારે કોંગ્રેસના આગેવાનોની જાહેરસભામાં દસ હજારની જનમેદની હોય તેવી ઘટના હોય તો મને બતાવો. કોંગ્રેસના ટોપ ફાઇવ નેતાઓમાં એવા એક નેતા બતાવો કે જેની જાહેરસભામાં દસ હજાર માણસો હાજર હોય. કોઇ નેતા કોઇ ગામમાં કે કોઇ શહેરમાં ગયા હોય તેવું મને બતાવો. અહીં ભાજપ સરકારના મંત્રી ઋષિકેશભાઇ સહિત મંત્રીઓ, પદાધિકારીઓ અને આગેવાનો તેમજ કાર્યકર્તાઓ જેઓ લોકો સમક્ષ ગયા છે. આની સરખામણીમાં કોંગ્રેસના કોઇ નેતા ગયા હોય તેમ નથી. ખરેખર ઉંધુ ચિત્ર છે. સરકારની કામગીરીઓ દર્શાવવાના મામલે વિપક્ષ રોડ ઉપર હોવો જોઇએ તેની જગ્યાએ આજે ઉંધુ ચિત્ર જોવા મળે છે. કોંગ્રેસ સહિતના વિપક્ષની વિશ્વસનીયતાનું આજે પતન થયું છે.

અગ્રણી જયરાજસિંહે રિપ્રેઝન્ટેટીવ પીપલ્સ એક્ટ 1951 અને તેમાં થયેલ સુધારાઓને લઇને પક્ષાંતર પ્રક્રિયાની વિગતે માહિતી રજુ કરીને લોકશાહીનું હાર્દ લોકપ્રતિનિધિત્વ કાયદો છે. પક્ષાંતર ધારામાં અંતિમ ફેરફાર થયા છે. તેની વિગતો આપીને અગ્રણી જયરાજસિંહે વધુમાં જણાવેલ કે તમારે પક્ષાંતર કરવું હોય તો પક્ષાંતર ધારા અનવ્યે છ વર્ષ માટે સસ્પેન્ડ ના થવું હોય તો તમારે રાજીનામું આપીને પુનઃ જનતા સમક્ષ ચૂંટણીમાં જઇને લોકચુકાદો મેળવવો પડે. હુ પ્રદેશ ભાજપ જોઇનીંગ કમિટીનો સભ્ય છું. ભરતી મેળાની વાતો કોંગ્રેસ કરે છે ત્યારે હું કહીશ કે મને એક ઘટના બતાવો કે કોંગ્રેસની આગાવેનની જાહેરસભામાં દસ હજાર માણસો ઉપસ્થિત રહ્યા હોય. મંત્રી ઋષિકેશભાઇ સહિતના મંત્રીઓ, પદાધિકારીઓ આજે ચૂંટણીમાં લોકો સમક્ષ જાય છે. કોંગ્રેસના કેટલા જાય છે. કોંગ્રેસ પક્ષે ઉંધુ ચિત્ર જોવા મળે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.