ગરવી તાકાત મહેસાણા : મહેસાણા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં 15 સપ્ટમ્બર,ગુરૂવારે સવારે 10 કલાકે ગણપત યુનિના ઓડીટોરીયમ હોલ ખાતે 36 મી નેશનલ ગેમ્સ એવરનેસ કેમ્પેઇન કાર્યક્મ યોજાનાર છે. જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા દ્વારા 36 મી નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો અને વિધાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી અને રમત ગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે 36 મી નેશનલ ગેમ્સ એવરનેસ કેમ્પેઇન અને સેલીબ્રેટીંગ યુનિટી થ્રો સ્પોર્ટસ અંતર્ગત કાર્યક્રમની ઉજવણી થનાર છે
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતમાં યોજાનાર આ કાર્યક્રમમાં સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલ, રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી ઠાકોર,પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,ધારાસભ્ય સર્વેશ્રી રમણભાઇ પટેલ,કરશનભાઇ સોલંકી,અજમલજી ઠાકોર,ભરતજી ઠાકોર ઉપસ્થિત રહેનાર છે. જેમાં ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટલ ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે આમંત્રણ પાઠવેલ છે.